Home Contemporary ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય – કલમ 370 અને 35એ રદ

ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય – કલમ 370 અને 35એ રદ

17
ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય – કલમ 370 અને 35એ રદ

આજના ઇકોનોમિક ટાઇમ્સમાં સવારમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજ્યપાલ શ્રી સત્ય પાલ મલિકનું કેરીકેચર (Caricature – A caricature is a rendered image showing the features of its subject in a simplified or exaggerated way through sketching, pencil strokes, or through other artistic drawings) છપાયું છે તે જોયું. જેમાં શ્રી મલિકજીને કાશ્મીરમાં અમરનાથ યાત્રા રોકવાની, લશ્કર વધારવાની, યાત્રાળુઓને મર્યાદિત સમયમાં કાશ્મીર છોડી દેવાની વગેરે સૂચનાઓ સંબંધી તંગદિલી વિશે પૂછવામાં આવે છે. તેઓ જણાવે છે કે, ‘Just random smoke, no fire behind it!’ એટલે કે સામાન્ય સલામતીના પગલાઓ છે, કંઇ મોટી કે ગંભીર બાબત નથી. અને થોડી જ વારમાં માનનીય કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ઉપલા ગૃહ રાજ્ય સભામાં નીચે મુજબના પરમાણું બોમ્બ વિસ્ફોટ જેવા સુધારાઓ માટે બિલો રજુ કરવામાં આવ્યા.

  1. સંવિધાનમાંથી આર્ટિકલ 370 અને 35એ દૂર કરવી;
  2. જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે હિસ્સામાં વહેંચી બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવી (જમ્મુ અને કાશ્મીર – વિધાનસભા સાથેનો દિલ્હી અને પુડુચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદાખ – સામાન્ય કેન્દ્ર શાસિત પ્રદેશ);
  3. આ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાગરિકોને આર્થિક રીતે નબળાં લોકોને (EWS) અનામતનો લાભ આપવો.

રાજ્યસભા શરૂ થવાની સાથે ઉક્ત સુધારા માટેના બિલો રજુ કરવામાં આવ્યા તે સાથે જ દેશની જનતાને સહર્ષાશ્રુ ઝટકો મળ્યો અને સદનમાં જબરદસ્ત હંગામો મચી ગયો. આમ તો છેલ્લા વર્ષોમાં ટ્રીપલ તલ્લાક, નોટ બંધી, જન ધન યોજના, જીએસટી, મેઇક ઇન ઇન્ડિયા, ઉડાન, સ્ટાર્ટઅપ વગેરે મોટા સુધારાઓ જોયા, પરંતુ પ્રસ્તુત સુધારાઓ અગાઉના સુધારાઓની જોડે સરખાવી ન શકાય તેટલા ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક છે. આ સુધારાઓની વિગતો સાંભળતા જ શરીરમાંથી વીજળીના કરંટ જેવો રૂવાડા ઊભા કરી દેતો રાષ્ટ્ર ભાવનાનો અનુભવ થયો, તો 15મી ઓગસ્ટ, 1947ના દિવસે ખરેખર કેવો માહોલ હશે???

પહેલા તો આ આર્ટિકલ 370 દૂર કરવાની જોગવાઇ કઇ રીતે અમલમાં મૂકવામાં આવી તે સમજીએ. સંવિધાનના ભાગ – 20 ‘સંવિધાનમાં સુધારો કરવા બાબત’ના આર્ટિકલ 368માં એવી જોગવાઇ છે કે, સંસદ પોતાની બંધારણીય સત્તા વાપરીને સંવિધાનની કોઇપણ જોગવાઇમાં સુધારો, ઉમેરો કે રદ કરી શકશે. આવા સુધારા માટે ગૃહના કૂલ સભ્ય-સંખ્યાની બહુમતીથી અને હાજર રહીને મત આપનારાઓના ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતી આવશ્યક છે. પરંતુ, આર્ટિકલ 370(3) મુજબ જમ્મુ અને કાશ્મીર માટેની ખાસ જોગવાઈ રાષ્ટ્રપતિ તે રાજ્યની સંવિધાન સભાની ભલામણથી બહાર પાડેલ રાજપત્રિત જાહેરનામાથી રદ કે સુધારી શકે છે. આર્ટિકલ 370(3)ની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ તે રાજ્યની સંવિધાન સભાની ભલામણથી સુધારો કરી શકે, પરંતુ હાલ ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે. આ પરિસ્થિતિ અને સંવિધાનની જોગવાઈનો સિફત પૂર્વક ઉપયોગ કરી શ્રી મોદીજીની સરકારે રાષ્ટ્રપતિશ્રીની સહીથી રાજપત્રિત જાહેરનામું બહાર પાડી જરૂરી સુધારાઓ બહાર પાડ્યા. બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપે જણાવ્યું કે, “હું ફક્ત એટલું જ કહી શકું છું કે, બંધારણીય રૂપે તે યોગ્ય છે, તેમાં કોઈ કાનૂની અને બંધારણીય ખામી શોધી શકાય તેમ નથી. સરકારે આ મામલાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે.”

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુનર્ગઠનની સાથે આ પ્રદેશના આર્થિક રીતે નબળાં વર્ગના લોકોને અન્ય રાજ્યોની જનતાની જેમ અનામતનો લાભ આપવા સુધારો રજુ કરવામાં આવ્યો. આ સુધારો રજુ કરી આટલા વર્ષોથી આ વિસ્તારના નાગરિકો અન્ય રાજ્યોને મળતા લાભોથી વંચિત હતા, જે હવે મળશે તેવું  પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન હોઇ શકે. રાજકીય રીતે જોઇએ તો આ નિર્ણયનો વિરોધ ટાળવા કે મર્યાદિત કરવા આ સુધારો કરવામાં આવી રહેલ હોઇ શકે છે. આમ તો આ બંધારણીય સુધારા વિધેયક બન્ને ગૃહમાં પસાર થશે તો EWS અનામત આપો આપ લાગુ થઇ જશે.

રૂલિંગ પાર્ટીના જમ્મુ અને કાશ્મીર રાજ્યને અજુગતા રાજ્યમાંથી દેશના ખરા અર્થમાં અવિભાજ્ય અંગ બનાવવાના ભવ્ય પગલાંને મોટા ભાગના રાજકીય પક્ષો જેવા કે, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બિજુ જનતા દળ, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વગેરેએ સમર્થન આપ્યું હતું. ડીએમકે – તામિલનાડુ, આરજેડી – બિહાર વગેરે પાર્ટીઓનો વિરોધ ખરેખર આંખનાં કણાની જેમ ખૂંચ્યો. આ દિવસ તો રાજકારણ છોડી બધાએ સાથે મળી ઉત્સવની જેમ ઉજવવો જોઇએ તેવું નથી લાગતું????? આ વિરોધ જેવો પણ હોય, પરંતુ બેકગ્રાઉન્ડમાં જે હુરિયો બોલાવવામાં આવતો હતો તે પણ ‘ॐ કાર’ના નાદ જેવો અને પાટલી થપ-થપાવી વિરોધ વિરોધ માટે હાય-હાય અને શેમ-શેમ કરવામાં આવતું હતું, તે ‘તાળીઓ પાડીને રામધૂન થતી હોય તેવું’ ભાસતું હતું.

માનનીય કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહએ તેઓના સમાપન પ્રવચનમાં આર્ટિકલ 370 રદ કરવાના કારણો દર્શાવતા જણાવ્યું કે,

  1. આટલા વર્ષોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહોતી થતી એટલે કે ખરા અર્થમાં લોકશાહી સ્થપાઇ જ નથી,
  2. કેન્દ્ર સરકાર દ્વારા અન્ય રાજ્યમાં નાગરિક દિઠ આપવામાં આવતી ગ્રાંટ કરતા જમ્મુ અને કાશ્મીર રાજ્યને ઘણી વધુ ગ્રાંટ આપવામાં આવે છે, પરંતુ વિકાસ નથી થતો કેમ? કેમ કે ભ્રષ્ટાચાર રોકતી એજન્સીઓને ત્યાં એન્ટ્રી જ નથી,
  3. રાઇટ ટુ એજ્યુકેશન ત્યાં લાગુ નથી પડતો, વગેરે

આ ઉપરાંત તેઓએ ગૃહને આશ્વાસન આપ્યું કે યોગ્ય સમયે બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેઓએ બધા પક્ષોને રાજનીતિથી ઊંચા ઊઠી સાથે મળી સૂચિત સુધારા મંજુર કરવા આગ્રહ કર્યો.

આમ તો મોટાભાગના પક્ષો આ સુધારાઓની તરફેણમાં હોય તથા ચાણક્ય નીતિથી આયોજન કરવામાં આવેલ હોય, આ મુદ્દાઓ માટે બહુમતી મેળવવામાં કોઇ મુશ્કેલી પડે તેમ ન હતી, પરંતુ એક નાનકડી ટેકનિકલ મુશ્કેલી આવી. જમ્મુ અને કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલની મંજૂરી માટે મત લેવાની આવશ્યકતા ઉભી થઇ, ત્યારે સભ્યોના મત લેવાની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ન ચાલી અને મતદાન સ્લીપથી મત મેળવવામાં આવ્યા. અંતે અડધી કલાક મોડુંં પણ 125 સામે 61 મતોથી આ ઐતિહાસિક બિલ રાજ્ય સભામાં મંજુર થયું. કાલે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતીની સાથે દેશની જનતાની એકતરફી સ્પષ્ટ બહુમતી હોય, બિલ મંજુર થવામાં શંકાને સ્થાન નથી.

ચાલો આજ ને ઉત્સવની જેમ ઉજવીએ અને કાલે જમ્મુ અને કાશ્મીર અને લદાખ માટે સોનેરી સૂરજ ઉગે તેવી કામના રાખીએ…

17 COMMENTS

  1. भारत के प्रधानमंत्री श्री @narendramodi जी और गृहमंत्री श्री @AmitShah जी को जम्मू-कश्मीर से धारा 370 को हटाने के ऐतिहासिक और साहसिक निर्णय के लिए अभिनंदन।

    #BharatEkHai

  2. To take such a bold decision one require great courage and boldness with strong will power. Modiji and amit Shah are such strong leaders.
    This will open new Avenue of development in Kashmir.

  3. Again one more bold decision in Indian history by Modi government…@pick time nice info sir…#nationfirst#jaihind…

  4. Very Nice and true information about Article 370 & scapes 35A which is strong decision taken by Shri Narendra Modi and Amit shah..

  5. Removing 370&35A is like a revolution by Man.PM Narendrabhai & Man.Gruhmantri Shri Amitbhai Shah,all Indiana are Thankfull for this Verry affective,historical Plitical step,Both bold leaderki jay ho,BJP leadership zindabad,amar raho, Vande Mtaram,Jay Hind,Bharat Mataki jay ho..

Leave a Reply to Sanjay kariya Cancel reply

Please enter your comment!
Please enter your name here