Digital Life Certificate through Face Recognision Jeevan Pramaan

પેન્શનરો માટે જીંદગી જીવવાની સરળતા: જીવન પ્રમાણ મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈ

મે મહિનો આવે એટલે પેન્શનરો માટે હયાતીનીનો સમય આવે. દર વર્ષે ૧લી મે થી ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. આવતા એકવર્ષ માટે પેન્શન સતત મળતુ રહે તે માટે ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા જુલાઇ પેઇડ ઇન ઓગષ્ટથી પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આ વર્ષથી ભારત સરકાર દ્વારા આઈફોન મારફતે પણ ચહેરાની ઓળખ આધારીત હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

Continue reading
જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition). હયાતીની ખરાઇ સંદર્ભે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા સરળીકરણના પગલાઓ, નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાના પગલાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ વગેરે વિશે જાણવા લિંક ઉપર ક્લિક કરો.

Continue reading

પવિત્ર પુરુષોત્તમ માસની રસપ્રદ વાતો…

પુરુષોત્તમ મહિના એટલે કે અધિક માસમાં દાન-પુણ્ય, પૂજા-પાઠ, ઉપવાસ વગેરેનું અનેરુ મહત્વ છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. પરંતુ આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ દર ત્રણ વર્ષે શા માટે આવે છે? તેનું વૈજ્ઞાનિક કે ખગોળીય કારણ શું છે? આધ્યાત્મિક દ્રષ્ટિએ તે બાબતે શાસ્ત્રોમાં શું લખેલું છે?

Continue reading

યે દિન ભી ચલા જાયેગા…

મને એવું લાગે છે કે કોરોનાના આ કપરા કાળમાંથી આપણે બધા બહુ ઝડપથી બહાર નીકળી જઈશું. આ વખતે ઓસ્ટ્રેલિયામાં શિયાળાના સમય એટલે કે જાન્યુઆરીથી જૂનના અંત સુધીમાં ગત વર્ષે 1,30,000થી વધુ તાવ શરદીના કેસો નોંધાયા હતા જે ચાલુ વર્ષે એ જ સમયગાળામાં 21,000 જેટલા ઓછા દર્દીઓ નોંધાયા છે. નાના બાળકોનું સતત વહેતું નાક ભૂતકાળ બની જશે એટલે કે શેડારા બાળકો ભવિષ્યમાં કદાચ ન પણ જોવા મળે….

Continue reading

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB)

સોવરિન ગોલ્ડ બોન્ડ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી જામીનગીરી (સિક્યુરિટી) છે. આ બોન્ડ એક ગ્રામ સોનુ કે તેના ગુણાંકમાં ખરીદી શકાય છે, એટલે કે બોન્ડની રકમ સોનાના ગ્રામમાં હોય છે. રોકાણકારને સોનાની લગડીને બદલે સોવરિન ગોલ્ડ બોન્ડનું નિયત નમુનાનું સર્ટીફિકેટ આપવામાં આવે છે અથવા રોકાણકારના ડિમેટ ખાતામાં તેણે જેટલા ગ્રામ સોનું ખરીદ્યું હોય તેટલા યુનિટ જમા આપવામાં આવે છે. આ સોવરિન ગોલ્ડ બોન્ડને અસલ સોનાને બદલે પેપર કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનું જ કહી શકાય.

Continue reading

જીવન પ્રમાણ મારફતે પેન્શનરો માટે ઓનલાઈન હયાતીની ખરાઇ અને અન્ય સુવિધાઓ

પેન્શનરશ્રીઓ માટે તેઓની નિવૃત્તિ પછીની જિંદગીમાં સૌથી અગત્યની બાબતો પૈકીની કોઇ એક હોય તો તે છે, “હયાતીની ખરાઇ”. જીવન પ્રમાણ એ પેન્શનરો ઓનલાઈન હયાતીની ખરાઈ કરાવી શકે, તે માટે ઊભી કરવામાં આવેલી આધાર નંબર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણની ઓનલાઇન સુવિધા છે.

Continue reading

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થામાં બાળકોને ભણાવવા, શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવી, પરસ્પર સંવાદ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી, પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા, શિક્ષકોને આ બધી બાબતો માટે તાલીમબદ્ધ કરવા, શિક્ષકો માટે સપોર્ટ સિસ્ટમ, વાલીઓ અને શિક્ષકો માટે આ વ્યવસ્થાનું સાહિત્ય તૈયાર કરી પુરું પાડવું, અને આ આખી વ્યવસ્થાના સુચારું સંચાલન માટે 24X7 હેલ્પડેસ્કની સુવિધા ઉભી કરવી વગેરેનો સમાવેશ થાય છે. દૂરસ્થ શિક્ષણ પ્રણાલી બહુ-આયામી (Multi-faceted) હોવી જોઈએ.

Continue reading