સુંદરકાંડ-56

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड

રામજીલાલાની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો અનમોલ ઉત્સવ, જ્યારે ભક્ત અસમંજસમાં હોય ત્યારે ભગવાન કંઇકને કંઇક સંકેત આપે, ભક્તિની સમીપ પહોંચીને પછી હવે શું કરું? શું કરું? તેવુ વિચારવામાં બહુ સમય ન બગાડવો જોઇએ. તુરંત જ સમર્પિત થઈ જવુ જોઇએ, નહિતો રાવણરૂપી વિઘ્ન વચમાં આવી જાય, રાક્ષસોના લક્ષણો અને મોહાંધ કે કામાંધ વ્યક્તિની બુદ્ધિની કક્ષા કેવી થઇ જતી હોય છે, વગેરે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન... ।Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજી દ્વારા માતા જાનકીજીનું પ્રથમ આંતરિક અને બાહ્યવર્ણન, શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે, તેના સુંદર-સુંદર મર્મ, ચરણો સંબંધિ એક અદ્‌ભૂત પ્રયોગ વગેરે…

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

વિભીષણજીએ માતા જાનકીજીના દર્શન કરવા માટે યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્‌ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની કથા વગેરે

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૩ | શ્રમદાન - શ્રેષ્ઠદાન । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૩ | શ્રમદાન – શ્રેષ્ઠદાન । Sundarkand | सुंदरकांड

પ્રભુ શ્રીરામનો અધમોદ્ધારણ કૃપાનો ગુણ, જો દ્રવ્યદાન ન કરી શકો તો કંઇ નહી, પરંતુ શ્રમદાન ચોક્કસ કરવું જોઇએ, સાચા સંત સદ્‌ગુરુ જ્યારે જીવના અંતરાત્માને ઢંઢોળે એટલે જીવ તરત જ જાગૃત થઈ જાય અને પ્રભુકાર્ય તરફ વળી જાય, જનકસુતા અર્થાત જેવી રીતે સંસારમાં રહીને પણ જનકજી નિર્લેપ હતા, તેવી રીતે લંકા-માયાવી નગરીમાં રહીને પણ જનકદુલારી તમામ બાબતોથી નિર્લેપ હતા, શ્રીહનુમાનજીની માતા સીતાજીને મળવાની તિવ્ર ઉત્કંઠા વગેરે

Continue reading
વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌

વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌ | विभीषणजी कृत श्रीहनुमत्स्तोत्रम् | Shree Hanumat Strotram by Vibhishanji

આપને તથા આપના પરિવારને અંજનીનંદન શ્રીહનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

શ્રીહનુમાન જયંતીના પાવનપર્વ નિમિતે શ્રીસુદર્શનસંહિતા અનુસારના વિભીષણજી દ્વારા રચિત શ્રીહનુમત્સ્તોત્રમ્‌નો ભાવાર્થ આપની સમક્ષ બાલા હનુમાનજીની કૃપાથી રજુ કરું છું.

આજ રોજ તા. ૧૬.૦૪.૨૦૨૨ના રોજ રાજયોગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ પૂજ્ય કેશવાનંદજી બાપુની તપોભૂમિ એવા ‘ખોખરા હનુમાનજી ધામ’ ખાતે ગુજરાતના ગૌરવ સમી ૧૦૮ ફૂટ ઉંચી શ્રીહનુમાનજીની પ્રતિમાનું શ્રીહનુમાન જન્મોત્સવના પાવન અવસરે અનાવરણ કરવામાં આવ્યું છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૨ | કાર્પણ્ય શરણાગતિ । Sundarkand | सुंदरकांड

કાર્પણ્ય શરણાગતિ એટલે ‘સંપૂર્ણ સમર્પણની ભાવના’. બ્રહ્મચર્ય એ શારીરિક કરતા વધુ માનસિક કે મુખ્યત્વે માનસિક બાબત જ છે. શ્રીહનુમાનજી નિત્ય પ્રાત:સ્મરણીય છે. પ્રભુ શ્રીરામનું નામ કળીયુગમાં કલ્પતરુ સમાન અને સુમંગલ દાયક છે. હરિ અનંત, હરિ કથા અનંતા વગેરે…

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૧ | અબ મોહિ ભા ભરોસ હનુમંતા । Sundarkand | सुंदरकांड

પ્રભુપ્રાપ્તિનો વિભીષણજીનો દ્રઢ વિશ્વાસ, “પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા” અને “બિનુ હરિકૃપા મિલહિં નહિં સંતા” આ બે વચ્ચેની પાતળી ભેદ રેખા, પ્રભુ શ્રીરામના ‘રઘુવીર’ નામ સંબોધનમાં સમાવિષ્ટ પાંચ પ્રકારની વીરતા, પ્રભુનો સેવકો પર સદાય પ્રેમ વરસાવતા રહેવાનો વિલક્ષણ સ્વભાવ અને ભગવાનને આપણી ઉપર કૃપા કરવાનો મોકો આપતા રહેવું જોઇએ વગેરે

Continue reading