લંકિનીએ શ્રીહનુમાનજીને કહેલા બે અપશબ્દો ‘સઠ’ અને ‘ચોર’ના અલગ દ્રષ્ટિકોણ સાથેના અર્થ. રાવણના સામ્રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રીઓનું યોગદાન કે મહત્વ. રાવણના સામ્રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાના સર્વોચ્ચ હોદ્દાઓ ધારણ કરતી ચીફ સીક્યુરીટી ઓફિસરો, સ્ત્રીઓ જ હતી. તાડકાનું ઐશ્વર્ય, સુપર્ણખાનું વિવિધ વિદ્યાઓ ઉપર પ્રભુત્વ, સિંહિકાની પડછાયાને પકડી, જીવને સમુદ્રમાં પાડવાની અદ્ભુત માયા અને લંકિનીની સુપરથી પણ ઉપર અને હાઇએસ્ટ રીઝોલ્યુશન વાળી સીસીટીવી સીસ્ટમ તથા રાવણ તદ્દન નિષ્ફિકર થઈને આનંદ-પ્રમાદ કરી શકે, પોતાની અંગત જીંદગી માણી શકે, તેટલી સલામતીની ખાતરી સાથીની ત્રિજટાની સુરક્ષા કુશળતાતો વળી બધાથી ઉપર હતી. અંતે, સ્ત્રી સશક્તિકરણ કરતા રાક્ષસ નિયંત્રણ ઉપર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે.
Continue reading