જીવનમાં પૈસાની બહુ જરૂર છે, પરંતુ બહુ પૈસાની જરૂર નથી. શ્રીહનુમાનજીની જેમ મૈનાકને સ્પર્શ કરીને, તેનું માન જાળવીને આગળ વધી ગયા, તેમ જીવનમાં જરૂરી હોય તેટલું અર્થોપાજન કરીને, જીવનના સાચા ધ્યેય પ્રભુભક્તિ માટે આગળ વધવું જોઇએ. “ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા:” અર્થાત આપણે ભોગને નથી ભોગવતા, પરંતુ આપણે જ ભોગવાઇ જઇએ છીએ. ભક્તિનો મારગ છે શૂરાનો, નથી કાયરનું કામ. શ્રીતુલસીદાસજીએ અન્ય રાક્ષસીઓનાના નામ લખ્યા, પરંતુ સિંહિકાનું નામ કેમ ન લખ્યું? અમૂક રાક્ષસીઓના ઉલ્લેખ સાથે “એક” શબ્દ કેમ જોડવામાં આવેલ છે? ભક્તિના પથ પર ચાલીએ તો વિઘ્નો કોઇપણ બાજુથી આવી શકે, તે સુરસાની જેમ આકાશમાંથી પણ આવે, સિંહિકાની જેમ જલમાંથી પણ આવે અને લંકિનીની જેમ જમીન પરથી પણ આવી શકે. આમ, વિઘ્ન કોઇપણ રસ્તેથી આવી શકે, ભક્તએ સતત સાવચેત રહેવું જોઇએ. દેશની રક્ષા કાજે પણ વિઘ્ન કોઇપણ રસ્તે આવી શકે, સુરક્ષા માટે દેશે દરેક ક્ષેત્રે તૈયાર રહેવું જોઇએ.
Continue reading