શ્રી કષ્ટભંજન દેવ - કમિયાળાધામ

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૭ | “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ” | Sundarkand | सुंदरकांड

શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામની યાત્રાનો અલૌકિક અનુભવ. સિંહિકાએ શ્રીહનુમાનજીનો પડછાયો સમજી જે છાયા પકડી હતી, તે શ્રીહનુમાનજીના પડછાયાની કાળાશ ન હતી, પરંતુ મારા રામજી લાલાના શ્યામ વર્ણની છાયા હતી, જે સતત તેઓની સાથે આશીર્વાદના રૂપમાં રહેતી હતી. વિજ્ઞાનના આટ-આટલા આવિષ્કારો પછી પણ પૃથ્વીના અમૂક ભાગો સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી, પૃથ્વીના અમૂક રહસ્યો આજેય વણઉકેલ્યા છે, ત્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આખા ભૂમંડળનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે, જે આપણા મુનિઓ અને શાસ્ત્રોની સિદ્ધિ દર્શાવે છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
Sundarkand Explanation in Gujarati with Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૬ | અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા | Sundarkand | सुंदरकांड

અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા એટલે શું? ભક્તિના પથ ઉપર કંચન અને કામિની પછી ત્રીજું વિઘ્ન આવે છે, ઇર્ષ્યા. અહીં સિંહિકા એ ઇર્ષ્યાનું પ્રતિક છે. ઘણીવાર તમારો વાંક-ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે. માણસ ગમે તેટલો દરિયાદિલ હોય તો પણ તેનામાં ક્યાંક તો ઇર્ષ્યા છુપાઈને બેઠી હોઇ શકે છે. જો ઇર્ષ્યા મરે નહિ ને, તો ભવસાગર પાર કરી ન શકાય. મનમાંથી ઇર્ષ્યાને મારવાની શુભકામના સાથેનો આખો લેખ વાંચવા લિંક ઉપર કલિક કરો.

Continue reading
hanuman with surasa

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૫ | ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: | Sundarkand | सुंदरकांड

જીવનમાં પૈસાની બહુ જરૂર છે, પરંતુ બહુ પૈસાની જરૂર નથી. શ્રીહનુમાનજીની જેમ મૈનાકને સ્પર્શ કરીને, તેનું માન જાળવીને આગળ વધી ગયા, તેમ જીવનમાં જરૂરી હોય તેટલું અર્થોપાજન કરીને, જીવનના સાચા ધ્યેય પ્રભુભક્તિ માટે આગળ વધવું જોઇએ. “ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા:” અર્થાત આપણે ભોગને નથી ભોગવતા, પરંતુ આપણે જ ભોગવાઇ જઇએ છીએ. ભક્તિનો મારગ છે શૂરાનો, નથી કાયરનું કામ. શ્રીતુલસીદાસજીએ અન્ય રાક્ષસીઓનાના નામ લખ્યા, પરંતુ સિંહિકાનું નામ કેમ ન લખ્યું? અમૂક રાક્ષસીઓના ઉલ્લેખ સાથે “એક” શબ્દ કેમ જોડવામાં આવેલ છે? ભક્તિના પથ પર ચાલીએ તો વિઘ્નો કોઇપણ બાજુથી આવી શકે, તે સુરસાની જેમ આકાશમાંથી પણ આવે, સિંહિકાની જેમ જલમાંથી પણ આવે અને લંકિનીની જેમ જમીન પરથી પણ આવી શકે. આમ, વિઘ્ન કોઇપણ રસ્તેથી આવી શકે, ભક્તએ સતત સાવચેત રહેવું જોઇએ. દેશની રક્ષા કાજે પણ વિઘ્ન કોઇપણ રસ્તે આવી શકે, સુરક્ષા માટે દેશે દરેક ક્ષેત્રે તૈયાર રહેવું જોઇએ.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા | Sundarkand | सुंदरकांड

સુરસાએ મુખ આડું ખોલ્યુ હતુ કે ઊભું ખોલ્યુ હતું? ક્યારે અને કોની સામે નાનું બનવું, તે પણ બુદ્ધિચાતુર્યનું પ્રમાણ છે. વાસનાનો ભુખ્યો માણસ વધુને વધુ ભોગ ભોગવવા પોતાની પ્રવૃતિઓનો એટલો વિસ્તાર કરીને બેઠો હોય કે તેને સમેટતા વાર લાગે અર્થાત પોતાની વાસનાઓ કે ઇચ્છાઓને તુરંત છોડી શકતો નથી. પ્રભુભક્ત? તુરંત જ નાનો થઇ શકે. જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે જતા હોય કે જેને જે કાર્ય સોંપવામાં આવ્યુ હોય, તે વ્યક્તિ તેને સોંપવામાં આવેલા કાર્યને કરવા માટે સક્ષમ તો છે ને? તે માટે કાર્યકુશળતાની પરીક્ષા લેવી પડે. પ્રભુ શ્રીરામે શ્રીહનુમાનજીને માતા સીતાજીને શોધવા જતી વખતે કહ્યુ હતુ તે “બહુ પ્રકાર સીતહિ સમુઝાએહુ, કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ” એટલે કે સીતાને અનેક પ્રકારે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૩ | સકલગુણ નિધાનમ્‌ – શ્રીઅંજનીનંદન | Sundarkand | सुंदरकांड

કોઇપણ કાર્ય પાર પાડવા માટે રાજનીતિ મુખ્ય ચાર ઉપાયો. કોઇપણ કાર્ય કરવા પહેલા યુક્તિનો પ્રયોગ કરવો જોઇએ અને યુક્તિથી કાર્ય ન પતે તો જ બળનો ઉપયોગ કરવો જોઇએ, એ જ યોગ્ય નીતિ છે. સુરસા વાસ્તવમાં મુખ પહોળું કરતી જાય છે, જ્યારે શ્રીહનુમાનજી પોતાનું શરીર તેનાથી મોટું છે તેવું બતાવે છે, જે એક માયા સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં એક પણ ભગવાન શસ્ત્ર વગરના નથી અને સાથે તેના ઉપયોગની મર્યાદાથી પણ આપણે સહુ અવગત જ છીએ. સાચો ભક્ત કોઇની સાથે ઝગડવા કે કોઇને નીચા દેખાડવા કરતા પોતાની લીટી મોટી કરવા માટે, પ્રભુની વધુ સમીપ જવા માટે પ્રયત્નશીલ રહે છે.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા । Sundarkand | सुंदरकांड

સુરસા શ્રીહનુમાનજી સામે ખોટું કેમ બોલે છે? આસુરીવૃત્તિવાળા માણસના આઠ અવગુણો. હરિભક્તનો સ્વભાવ કેવો હોય? ધર્મસંકટ જેવી કઠિન પરિસ્થિતિમાં જ સાચી પરીક્ષા થતી હોય છે. જેમ સેલ્ફ એટેસ્ટેડ નકલ માન્ય રાખવામાં આવે છે તેમ ‘હું સત્ય કહું છું’ પ્રમાણભૂત માનવામાં આવતું. જનની સમ જાનહિં પર નારી અને પરસ્ત્રી જેને માત રે. સુરસાને બ્રહ્માજીના વરદાનની કથા…

Continue reading
Sundarkand-021

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: | Sundarkand | सुंदरकांड

દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર. નારી શક્તિનો વધુ એક પરીચય, Everything is fair in love and warની જેમ શાસ્ત્રોક્ત રીતે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી અને અંતે અતિથિ દેવો ભવ:ની કથા….

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड

મૈનાકના આતિથ્યનો તિરસ્કાર ન થાય, તે માટે તેને સ્પર્શ કરીને પ્રતિક સ્વરૂપે તેઓના આતિથ્ય સ્વીકાર અને વિશ્રામ બન્ને ભાવોની પૂર્તિ કરતા શ્રીઅંજનીનંદન. સમાજમાં વ્યાપેલો દંભ અને મગજમાં ભરેલા કચરાની વાત. પાશ્ચાત દેશોમાં શરીર ઉપરના ઓછા કપડા મગજ વિચલિત નથી કરતા, મનની સ્વચ્છતા કામ કરે છે. ભક્તિના પથ ઉપર પ્રયાણ કરીએ એટલે સૌથી પહેલા પોતાનાઓની લાગણી જ વિઘ્નરૂપે સામે આવતી હોય છે. ‘મોહિ કહાઁ બિશ્રામ’નો સુંદર અર્થ. વગેરે કથા…..

Continue reading
Sundarkand

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ | Sundarkand | सुंदरकांड

ઉપકારનો બદલો પત્યુપકારથી વાળવો એ સનાતન ધર્મ છે. મૈનાક પર્વતનું વર્ણન. સત્યયુગમાં પર્વતોને પાંખો હતી, તેની કથા. મૈનાકનો શ્રીહનુમાનજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ. પ્રભુ શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પહોંચે છે અને સમુદ્ર પાસે સહાયતા માંગે છે, તો સમુદ્ર આસાનીથી માર્ગ નથી આપતો; પરંતુ શ્રીરામના દૂતને ઉપરથી પસાર થતા જોઇને સામેથી વિશ્રામની વ્યવસ્થા કરે છે. આવું કેમ? જીવ ભક્તિના માર્ગે પ્રયાણ કરે એટલે પહેલું વિઘ્ન શું આવે? વગેરે કથા…..

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે….

Continue reading