યે દિન ભી ચલા જાયેગા…

મને એવું લાગે છે કે કોરોનાના આ કપરા કાળમાંથી આપણે બધા બહુ ઝડપથી બહાર નીકળી જઈશું. આ વખતે ઓસ્ટ્રેલિયામાં શિયાળાના સમય એટલે કે જાન્યુઆરીથી જૂનના અંત સુધીમાં ગત વર્ષે 1,30,000થી વધુ તાવ શરદીના કેસો નોંધાયા હતા જે ચાલુ વર્ષે એ જ સમયગાળામાં 21,000 જેટલા ઓછા દર્દીઓ નોંધાયા છે. નાના બાળકોનું સતત વહેતું નાક ભૂતકાળ બની જશે એટલે કે શેડારા બાળકો ભવિષ્યમાં કદાચ ન પણ જોવા મળે….

Continue reading

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થામાં બાળકોને ભણાવવા, શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવી, પરસ્પર સંવાદ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી, પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા, શિક્ષકોને આ બધી બાબતો માટે તાલીમબદ્ધ કરવા, શિક્ષકો માટે સપોર્ટ સિસ્ટમ, વાલીઓ અને શિક્ષકો માટે આ વ્યવસ્થાનું સાહિત્ય તૈયાર કરી પુરું પાડવું, અને આ આખી વ્યવસ્થાના સુચારું સંચાલન માટે 24X7 હેલ્પડેસ્કની સુવિધા ઉભી કરવી વગેરેનો સમાવેશ થાય છે. દૂરસ્થ શિક્ષણ પ્રણાલી બહુ-આયામી (Multi-faceted) હોવી જોઈએ.

Continue reading

કોવિડ – ૧૯ અને શિક્ષણ

કોવિડ – ૧૯ મહામારીને લીધે ૧૯૦થી વધુ દેશોએ શાળાઓ અને કોલેજો બંધ કરવાની ફરજ પડી જેનાથી વિશ્વના લગભગ ૯૦% એટલે કે ૧૬૦ કરોડ બાળકોનું ભણતર ઠપ્પ થઈ ગયું. એક બાજુ શિક્ષણને બંધ રાખવું પરવડે તેમ નથી અને બીજી બાજુ સ્કૂલો ચાલુ કરવી હિતાવહ જણાતી નથી. આવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૌથી સારો વિકલ્પ છે, “દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)”.

Continue reading

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)

ગુજરાત રાજ્યના આર્થિક સંકળામણ ભોગવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો, શ્રમિકો વગેરે પોત-પોતાના ધંધા રોજગાર પુન: સરળતાથી શરુ કરી શકે તે માટે 2% જેટલા નજીવા વ્યાજ દરે લોન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવેલ વ્યાજ સહાય યોજના એટલે “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (AGSY)”

Continue reading

વિશ્વ તમાકુ નિષેધ દિવસ – 2020

એક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આવડા ઢાંઢાઓ આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકે?

જે કુટુંબ પોતાની દીકરીના વ્યસની વ્યક્તિ જોડે લગ્ન કરે છે, તે તેને જીવતા જીવ નરકમાં મોકલે છે.

Continue reading

કોરોનાની કેશલેસ ઇફેક્ટ

કોરોના વાયરસ ફેલાવા પાછળની વિવિધ માન્યતાઓ પૈકી એક છે, વિશ્વને રોકડવિહિન અર્થતંત્ર (Cashless Economy – કેશલેસ ઇકોનોમી) બનાવવા એટલે કે દુનિયામાંથી રોકડને નાબૂદ કરવા આ વાયરસ ફેલાવામાં આવ્યો છે. તો ચાલો વાત કરીએ, રોકડવિહિન અર્થતંત્રની એટલે કે Cashless Economy – કેશલેસ ઇકોનોમીની.

Continue reading