રાક્ષસ કોને કહેવાય? તો ૧) ગર્જહીં, જે વ્યક્તિ કોઇની પણ સામે આત્મશ્લાઘા જ કર્યે રાખે કે પોતાની મોટાઈ જ કર્યે રાખે. જે હંમેશા અહંકારમાં જ રાચે અને જેને અહંકાર સિવાય બીજુ કંઇ જ સુઝે નહિ. ૨) તર્જહીં, જે વ્યક્તિ બીજાનો તિરસ્કાર જ કરતો રહે. નાના, મોટા, ધર્મ વગેરે કંઇ જ જોયા કે વિચાર્યા વગર સામેવાળાનો તિરસ્કાર કે અપમાન જ કર્યે રાખે. ૩) રચ્છહીં, જે વ્યક્તિ પોતાનું અંગત જ ધ્યાન રાખે, બીજાની સામે જોવે પણ નહિ. જે ફક્ત પોતાની અંગત સંપતિ, વૈભવ કે સ્વાર્થનું જ રક્ષણ કરે. ૪) ભચ્છહીં, ભચ્છહીં એટલે કે ભક્ષણ કરવું, આરોગવું નહિ હો!!! જે વ્યક્તિ જે-તે, જેવું-તેવું અને જેનું-તેનું કંઇપણ ખાધે જ રાખે, અકરાંતિયાની જેમ કંઇપણ ખા-ખા જ કરે. રાક્ષસ એટલે ખાસ દેખાવવાળા કોઇ જીવને શોધવાની જરૂર નથી, ઉકત ગુણો જ રાક્ષસી પ્રકૃતિનું પ્રતિક છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.
Continue reading