શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ - ૨ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ – ૨ । Sundarkand | सुंदरकांड

સત્‌સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ. પ્રભુ તો સત્‌સંગીને જ વશ હોય છે, તેનું શ્રીપ્રિયાદાસજીનું એક સુંદર ઉદાહરણ. જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા ॥ એક ઘડીના ચોથા ભાગના સમયના સત્‌સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

સ્વર્ગ અને હેવન(Heaven) વચ્ચે તફાવત તથા અંગ્રેજી ભાષામાં પણ સ્વર્ગ શબ્દ જેમનો તેમ સમાવવો જોઇએ. સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો તથા સત્‌સંગના ક્ષણમાત્રના સુખોની તુલના કરવા માટે ક્યા ત્રાજવા હોઇ શકે? પ્રભુસંકીર્તન, સારી વાતો, સોશીયલ મીડિયા, સત્યનો સાથ અને જીવનો પોતાની સાથેનો સંગ (અહં બ્રહ્માસ્મિ) વગેરે સત્‌સંગના જ પ્રકાર છે. સત્યની સદા સમિપ એવા સાચા સંતનો સમાગમ એ સત્‌સંગની સર્વોત્તમ રીત છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું હતું, ત્યારે જતી વખતે લંકિનીને રાક્ષસોના વિનાશની નિશાની આપી હતી. બ્રહ્મા અને બિરંચિ ઉદ્‌બોધનોના અર્થ વચ્ચે તફાવત. લંકિની શ્રીહનુમાનજીને કેમ ઓળખી ગઈ, કે આ રામદૂત જ છે? અને જે સાહિત્ય કે લખાણ મૂળભુત રીતે જે ભાષામાં લખાયેલ હોય, તે ભાષામાં જ વાંચવામાં આવે તો તેનો સાચો ભાવ અને ભાવાર્થ સમજી શકાય.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરીને લંકિનીને એક મુક્કો માર્યો અને મુક્કાનો પ્રહાર થતાં જ તેણી લોહીની ઊલટી કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. તેના મુખમાંથી રક્ત વહી ગયું, એટલે કે તેણી વિરક્ત થઈ ગઈ. સાચા સંતનો સ્પર્શ થતા જ વ્યક્તિ વિકારોથી રહિત વિરક્ત થઈ જાય.

હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. કોઇને પણ હાથ જોડીને વંદન કરીએ તો કેટલું સારું લાગે? આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે. હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે.

Continue reading
જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition)

જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition). હયાતીની ખરાઇ સંદર્ભે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા સરળીકરણના પગલાઓ, નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાના પગલાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ વગેરે વિશે જાણવા લિંક ઉપર ક્લિક કરો.

Continue reading