શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૯ | ચાર મિલે ચોસઠ ખિલે… । Sundarkand | सुंदरकांड

રામભક્ત રામકથા સાંભળે કે વાંચે એટલે તેનું શરીર પુલકિત થઈ જ જાય. ચાર મિલે ચોસઠ ખિલે, બીસ રહે કર જોર । હરિજન સે હરિજન મિલે, તે’દિ નાચે સાત કરોડ ॥ વિભીષણજી લંકામાં કેવી રીતે રહે છે તેની વાત. ભક્ત ટીકાકારો વચ્ચે જ રહેતો હોય તે સારું. વિભીષણજીના આ દાંત વચ્ચે જીભના ઉદાહરણના ગુઢ અર્થો.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૮ | કી તુમ્હ રામુ દીન અનુરાગી । Sundarkand | सुंदरकांड

વિભીષણજી શ્રીહનુમાનજીને પુછે છે કે આપ કોઇ હરિભક્ત છો કે દીન અનુરાગી ખુદ હરિ જ છો? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીહનુમાનજી તેઓને રામકથા અને પછી પોતાનો પરિચય આપે છે તે તથા આપણે કેટલા મહાન અને શક્તિશાળી છીએ, તે જાણવા માટેના એક સચોટ પ્રયોગની કથા.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે.... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૭ | આવકારો મીઠો આપજે રે…. । Sundarkand | सुंदरकांड

શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામીજીએ શ્રીહનુમાનજી-વિભીષણજીના મેળાપની વાત લખી છે, તેના સમર્થનમાં મળતા તર્ક, શ્રીહનુમાનજી બ્રાહ્મણનું રૂપ લઇને જ વિભીષણજીને કેમ મળ્યા? બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને શ્રીહનુમાનજીએ વિભીષણજીને ક્યા વચન સંભળાવ્યા હતા? એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે… આવકારો મીઠો આપજે રે… વગેરે કથાઓ.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૬ | રામનામની બમ્પર ઓફર । Sundarkand | सुंदरकांड

બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે. રામનામની બમ્પર ઓફર. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી વગેરે કથાઓ.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ - તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૫ | નવ તુલસિકા બૃંદ – તુલસી મહાત્મય । Sundarkand | सुंदरकांड

તુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના અદ્વિતિય ઔષધિય ગુણો અને તેનું મહત્વ, તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે, તુલસીજી વિશે એક સુંદર કથા, રાક્ષસોની નગરી લંકામાં રામાયુધ અંકિત મહેલ જોઇને શ્રીહનુમાનજીના તર્ક, આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે, મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય, ગુરુદેવને અંત:કરણથી પ્રાથના વગેરે કથાઓ.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૪ | રામાયુધ અંકિત ગૃહ… । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૪ | રામાયુધ અંકિત ગૃહ… । Sundarkand | सुंदरकांड

રાવણ આટલો પરાક્રમી અને શક્તિશાળી હોવા છતાં વિભીષણને ભગવાન વિષ્ણુની પુજા કરવાની ના નહોતો પાડતો અને આજકાલ સમાજમાં વ્યાપેલ દંભ અને દેખાડો, ભગવાનને માનવાની બાબતમાં અતાર્કિક વાતો, સર્વધર્મ સમભાવની ભાવના સાથે અન્યની માન્યતાને માન આપવું જોઇએ અને સાથે-સાથે સ્વધર્મને બચાવવાની જવાબદારી, ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલોને મંદિર કહ્યા અને વિષ્ણુભક્ત વિભીષણજીના ઘરને ભવન માત્ર કહ્યું, આવુ કેમ? “રામાયુધ અંકિત ગૃહ” અર્થાત વિભીષણજીનું ઘર શ્રીરાઘવેન્દ્રના આયુધ એવા ધનુષબાણથી અંકિત હતુ વગેરે કથાઓ.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૩ | હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪૩ | હરિ મંદિર તહઁ ભિન્ન બનાવા । Sundarkand | सुंदरकांड

શ્રીવાલ્મીકિજીએ રામાયણમાં રાવણ અને અન્ય રાક્ષસોના અંત:પુરનું, કહેવાતું અભદ્ર, વર્ણન આલેખવાની શું જરૂર હતી? અને શ્રીહનુમાનજી માતાજીને શોધવા લંકામાં ગયા, રાક્ષસોના મહેલમાં અંદર પણ ગયા, પરંતુ અંદરની દરેક વસ્તુને આટલી બારીકાઇથી અને ખાસ કરીને સ્ત્રીઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવાની શું આવશ્યકતા હતી? પુજારૂમ શયનખંડમાં ન રાખવાની માન્યતા, રાવણ ચુસ્ત શીવભક્ત હતો છતાં વિભીષણજીના મહેલમાં હરિમંદિર બાબતે કોઇ વાંધો નહોતો લેતો કે દંડ પણ નહોતો કરતો, રાવણ બધાની લાગણીઓને માન આપીને વાત્સલ્યભાવ સાથે તથા કૌટુંબિક ભાવનાઓ સાથે ચાલવાવાળો હતો વગેરે કથાઓ.

Continue reading