શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે….

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૭ । બાર બાર રઘુબીર સઁભારી | Sundarkand | सुंदरकांड

પ્રભુ શ્રીરામનું મૃત્યુ સમયે માત્ર એકવાર નામ-સ્મરણ કરવાથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો રામદૂત શ્રીહનુમાનજી માટે પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા-કરતા સમુદ્ર પાર કરવો કોઇ મોટી વાત નથી. આ ઉપરાંત, મહેન્દ્રાચલનું સુંદર વર્ણન, નિરંતર પ્રભુ સ્મરણ, પ્રભુ શ્રીરામના રઘુવીર નામનું તાત્પર્ય અને શ્રીહનુમાનજી છલાંગ મારે છે તેના વર્ણનની કથા…..

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી | Sundarkand | सुंदरकांड

‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’ અર્થાત મનમાં આનંદ-ઉત્સાહ હોવો એ કોઈપણ કાર્યની સફળતા માટેની પૂર્વશરત છે. નમે તે સહુને ગમે અને તેનાથી પણ વિશેષ નમે તે પ્રભુને તો સવિશેષ ગમે. કાર્ય રોજીંદુ કચેરી કે ધંધા ઉપર જવાનુ સામાન્ય હોય કે ખાસ હોય, એકવાર માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર નિકળવાની આદત કેળવો, પરિણામો બદલી જશે. “કોઇપણ કાર્ય પછી ભલે તે સાંસારિક કાર્ય હોય તો પણ મન,વચન અને કર્મથી કરવામાં આવે અને સાથે પ્રભુ સ્મરણ હોય તો તે પ્રભુકાર્ય બની જાય છે, યોગ બની જાય છે, તેની સફળતામાં કોઇ શંકા રહેતી નથી.”

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજી વાનરસેનાને કહે છે કે મારે પાછા આવવામાં સમય જાય અને તે દરમ્યાન કોઇ દુ:ખ પડે, તો સાથે મળીને વેઠી લેજો. કંદ-મૂળ, ફળો વગેરે જે કાંઇ મળે તે ખાઈને સમય પસાર કરજો, મારી પ્રતિક્ષા કરજો અને પ્રભુનું સ્મરણ કરજો, પરંતુ કોઈએ ભુખ્યુ રહેવાનું નથી કારણ કે ભોજન વગર ભજન થઈ શકે નહી.

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૪ । होइहि सोइ जो राम रचि राखा | Sundarkand | सुंदरकांड

છાતી ઉપર એક વાળ સફેદ દેખાય અને પુત્રને રાજ્ય સોંપવાનો વિચાર આવે, તેનો પુત્ર જ મર્યાદા પુરુષોત્તમ ધનુર્ધર ચક્રવર્તી રાજા શ્રીરામ બને અને આજે પણ તેના રાજ્યની આદર્શ વ્યવસ્થા જેવા ‘રામરાજ્ય’ની કલ્પના સેવવામાં આવે. કુટુંબ, કચેરી, સંસ્થા, સમાજ કે મહોલ્લામાં બુદ્ધિથી વરિષ્ઠ સભ્યોની સલાહ અને આશીર્વાદથી કામો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને નિર્ધારિત સફળતા મેળવી શકાય છે.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ? | Sundarkand | सुंदरकांड

સકલગુણનિધાનમ્‌ એટલે કે સમસ્ત ગુણોનો ખજાનો કે ભંડાર. શ્રીહનુમાનજી ફક્ત જ્ઞાનિ જ નથી, પરંતુ સર્વગુણ સંપન્ન પણ છે. વિનય-વિવેકથી લઈ મહાપરાક્રમ, મસક સમાન સુક્ષ્મરૂપથી લઈ કનક ભુધરાકાર સરીરા, ગુઢ જ્ઞાનની વાતોથી લઈ વિરહનો સંદેશો પહોંચાડવો અને સારા ટીમ મેમ્બરથી લઈ વન મેન આર્મીની જેમ જાતે તમામ કાર્યો કરવા વગેરે તમામ ગુણોનો ભંડાર છે, શ્રીહનુમાનજી. સાથે શ્રીલંગડેજી મહારાજની કથા…

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ | Sundarkand | सुंदरकांड

ગોસ્વામી શ્રીતુલસીદાસજીની પ્રભુ પાસે બે અમૂલ્ય માંગણીઓ – અવિચળ ભક્તિ અને કામ આદિ દોષોથી મુક્ત મન. તાત તીન અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ. એક શ્લોકી સુંદરકાંડની સુંદર વાત.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૧ | કરુણાનિધાનની અપાર કરુણા | Sundarkand | सुंदरकांड

રામ નામનું મહત્વ. માયાથી મનુષ્ય જેવા જણાતા શ્રીહરિ. કરુણાના સાગર પ્રભુ શ્રીરામ. “रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन ना जाई.”

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૦ | શાંતરસ અને એકરસનો સુભગ સમન્વય – સુંદરકાંડ | Sundarkand | सुंदरकांड

શ્રીસુંદરકાંડની ભગવાન શ્રીરામચંદ્રજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલી વંદનાથી શુભ શરૂઆત. “આદિ અંત કોઉ જાસુ ન પાવા”. મોક્ષરૂપી પરમ શાન્તિ પ્રદાન કરનાર પ્રભુ શ્રીરામ છે. ‘જાહિદ શરાબ પીને દે મસ્જીદ મેં બેઠકર, વર્ના ઐસી જગા બતા દે જહાં ખુદા ન હો.’

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૯ | ‘જ્ઞાન પ્રાપ્તિ’ કાંડ અર્થાત સુંદરકાંડ | Sundarkand | सुंदरकांड

સકલ મનોરથ સિદ્ધ કરહિં ત્રિસિરારિ કે ત્રિપુરારિ? આપણા ભવરોગનું અમોઘ ઓસડ, શ્રીરામચરિતમાનસ. રામભક્તિના આચાર્ય શ્રીમહાદેવજી. શ્રીરામજીના રૂપ, ગુણ અને નામનું મહત્વ. શ્રીરામચરિતમાનસના સાતેય કાંડની ફળશ્રુતિઓ. હરિભક્તિ મેળવવાની સીડીના પગથિયા…

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૮ | રાજિવનયન ધરેં ધનુસાયક | Sundarkand | सुंदरकांड

શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની રચના અને ક્રમમાં ઉભો થયેલો એક સુંદર સંયોગ, શ્રીહનુમાનજીનો સુંદર વિવેક અને જામવંતજીને ઉચિત સલાહ પુછવી, કોઈપણ કામમાં ઈષ્ટતમ ભાગ ભજવવો ઉચિત હોય છે અને રાજિવનયન અર્થાત દયાના સાગર, કૃપાસિંધુ પ્રભુ શ્રીરામની કથા…

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૭ | ખાવું વાસી અને રહેવું ઉપવાસી | Sundarkand | सुंदरकांड

આપણો જન્મ ફક્ત સાંસારિક અને ભૌતિક સુખો મેળવવા અને તેને ભોગવવા ખાતર જ નથી થયો. ભગવાને માનવ દેહ આપ્યો છે, તો પ્રભુકાર્ય પણ કરવું જોઈએ. ખાવું વાસી અને રહેવું ઉપવાસી. શ્રીહનુમાનજી રામભક્ત અને કાર્ય શ્રીરામપ્રભુનું છે, વિચારો કેટલો અજબ ઉમળકો હશે? સારા માણસની નિશાની છે કે તેઓ પોતાના વખાણ થતા હોય, ત્યાંસુધી ચુપ રહે છે તથા શ્રીહનુમાનજીના અમાપ સામર્થ્યની કથા…

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૬ | કવન સો કાજ કઠિન જગ માહીં | Sundarkand

શ્રીહનુમાનજીના ચરિત્ર અને ચરિતની વાતો માટે તો અનેક જન્મો પણ ઓછા પડે. શ્રીહનુમાનજીને બાળપણમાં જ અનેક આશીર્વાદ અને વરદાનો મળ્યા હતા. શ્રીહનુમાનજીને બાળપણમાં એક શ્રાપ પણ મળેલો હતો કે, “તેઓ પોતાનું બધું બળ ભૂલી જશે. જ્યારે તેના બળ અને પરાક્રમની પ્રભુ કાર્યાર્થે આવશ્યકતા હશે, તેમજ તેને કોઈ યાદ અપાવશે, ત્યારે તેને બધી શક્તિઓનું પુન:સ્મરણ થશે”. જીવનમાં સદ્‌ગુરુની અનિવાર્યતા વગેરે વિશેની કથા….

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫ | બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ – શ્રીહનુમાનજી | Sundarkand

પવન તનય એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. વાણી, વિચાર અને કર્મમાં એકરૂપતા હોવી એ સત્યનું પ્રમાણ. વિવેક આવે ભક્તિથી, વિવેક આવે દાસત્વના ભાવથી. વિજ્ઞાન એટલે કોઈ વિષયનું ઊંડું, ઉચ્ચ પ્રકારનું, શાસ્ત્રીય અને અનુભવ સાથેનું જ્ઞાન. આમ, શ્રીહનુમાનજી ‘બુધિ બિબેક બિગ્યાન નિધાના’…..

#sundarkand, #sunderkand, #ramcharitmanas, #manas, #સુંદરકાંડ, #રામચરિતમાનસ, #માનસ,

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૪ | પવન તનય બલ પવન સમાના | Sundarkand

ઘર, કુટુંબ, સમાજ કે દેશ માટે બુદ્ધિથી વડીલ સભ્યનું મહત્વ, કોઈપણ કાર્યની સફળતા માટે ટીમના વરિષ્ઠ સભ્યના અનુભવનો નિચોડ જડીબુટ્ટી સમાન હોય છે, શ્રીહનુમાનજીના જન્મની શ્રીમદ્‌ વાલ્મીકીય રામાયણ અનુસારની કથા અને શ્રીહનુમાનજીનું બાળપણમાં સૂર્યને ગ્રસવાના પરાક્રમની કથા…

Continue reading