શ્રી હનુમાન બાહુક | Shree Hanuman Bahuk

શ્રી સદ્‌ગુરુ દેવાય નમ:

“વન્દે વાણી વિનાયકો” માતા સરસ્વતી અને વિઘ્નહર્તા શ્રીગણેશજીને સાદર વંદન… પ્રભુની લીલા અપરંપાર છે. એક વખત શ્રીમદ્‌ ગોસ્વામી તુલસીદાસજીના હાથોમાં અસહ્ય દુખાવો શરૂ થયો અને ધીમે-ધીમે આખા શરીરમાં ફેલાઈ ગયો. તેઓનું આખું શરીર અસહ્ય વેદનાથી પીડાવા લાગ્યું. ગોસ્વામીજીના ભક્તો અને સ્નેહીઓએ અનેક ઉપચારો કર્યા, પરંતુ દર્દ દૂર ન કરી શક્યા અને દર્દ વધતું જ ગયું. આ રોગ કાળની ભયાનકતા હતી, કરમની કઠણાઈ હતી, દૈવી પ્રકોપ હતો, પાપનો પ્રભાવ હતો, ભૂત-પ્રેત વગેરેથી પ્રેરિત હતો કે ખરાબ ગ્રહોને કારણે હતો તે જ સમજાતું નહોતું. ગોસ્વામી તુલસીદાસજીએ તેઓનું આ દર્દરૂપી દુઃખ દૂર કરવા શ્રી હનુમાનજી મહારાજને આર્તનાદથી પ્રાર્થના કરી. શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી તેઓનું દુઃખ દૂર થઈ ગયું. દર્દ શમી ગયા પછી ગોસ્વામીજીએ પોતે કરેલી પ્રાર્થનાના પદો એકત્ર કરી, આ સ્તોત્રની રચના કરી અને તેનું નામ હનુમાન બાહુક રાખ્યું.

સંતો મહાત્માઓને થતી પીડામાં પણ સંસારનું હિત સમાયેલું હોય છે. આ ૪૪ (ચુમાલીસ) પદના ચમત્કારિક સ્તોત્ર હનુમાન બાહુકનો પાઠ કરી અનેક હરિભક્તો-હનુમાનજીના ઉપાસકો મનોવાંછિત ફળ મેળવે છે. શ્રી હનુમાન બાહુકનો આ પાઠ કળિયુગમાં આધિભૌતિક, આધિદૈવિક કે આધિદૈહિક કોઈપણ પ્રકારના કષ્ટો માટે રામબાણ ઔષધી સમાન છે. શ્રીરામ ભક્તો અને શ્રીહનુમાનજીના ઉપાસકો માટે આ સ્તોત્ર અમૃત સમાન છે તથા તેનો ભાવપૂર્વક પાઠ કરીને ભક્તો પોતાના સાંસારિક, કૌટુંબિક, શારીરિક વગેરે પ્રકારના તમામ દુ:ખ-દર્દમાંથી મુક્તિ મેળવી શકે છે. આ પાઠના શ્રદ્ધાપૂર્વક પઠનથી, અગાઉ જણાવ્યા મુજબના, ત્રિવિધ કષ્ટો ચોક્કસ દૂર થાય છે, તેની સ્વ-અનુભવ સાથે પુષ્ટિ કરું છું.

સામાન્ય રીતે માનવસ્વભાવ એવો હોય છે કે, કોઈ દુ:ખ કે મુશ્કેલી આવે એટલે આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને સારું થઈ જાય એટલે પ્રભુ સ્મરણ ઓછું કરી દઈએ છીએ, ભૂલી જઈએ છીએ કે છોડી દઈએ છીએ. કબીર દાસજીનો એક દોહો આપણા આવા સ્વભાવને યોગ્ય રીતે વર્ણવે છે – “દુ:ખ મેં સુમિરન સબ કરે સુખ મેં કરૈ ન કોય, જો સુખ મેં સુમિરન કરે દુ:ખ કાહે કો હોય.”. હનુમાન બાહુકના પાઠમાં પણ તુલસીદાસજીએ માનવીના આ સ્વભાવનો ઉલ્લેખ કર્યો છે. બધાને નમ્ર વિનંતી છે કે, પ્રભુનું સ્મરણ સતત રાખો. આ કળીયુગમાં નિરંતર ભગવાનનું નામ સ્મરણ જ તમામ વ્યાધિનો એકમાત્ર ઉપાય છે.

ભગવદ્‌ કૃપાથી આ સ્તોત્રના પઠનથી મનમાં સેવક ભાવ ઉત્પન્ન થયો. આ પાઠ પ્રત્યેની નિર્મળ ભાવનાના ફળ સ્વરૂપે શ્રી હનુમાન બાહુક પીયૂષ” નામનું એક પુસ્તક મને પ્રાપ્ત થયું, જેના લેખક શ્રી અંજનીનંદનશરણજી છે. શ્રી અંજનીનંદનશરણજી એક મહાન સંત થઇ ગયા, જેઓએ શ્રીરામચરિતમાનસ ઉપર ‘માનસ પીયૂષ’ અને વિનય પત્રિકા ઉપર ‘વિનય પીયૂષ’ જેવા અદ્‌ભુત ગ્રંથો લખ્યા છે. તેઓ દ્વારા ૮૪ વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થામાં સમાજ કલ્યાણ અર્થે આ પુસ્તક લખવામાં આવ્યું હતું. આ પુસ્તકનું અધ્યયન કર્યા બાદ શ્રી રામજી લાલાની કૃપાથી, શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદથી અને પરમ પૂજ્ય સદ્‌ગુરૂ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અસીમ કૃપાથી શ્રી હનુમાન બાહુક સ્તોત્રનો સરળ ગુજરાતી ભાવાનુવાદ તૈયાર કરવાની પ્રેરણા થઈ.

શ્રી હનુમાન બાહુક પાઠનો ભાવાનુવાદ કરુણાનિધાન ભગવાન શ્રીરામચંદ્રજી,  અંજનીનંદન શ્રીહનુમાનજી મહારાજ અને પરમ પૂજ્ય સદ્‌ગુરૂ દેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અસીમ કૃપાથી જ શક્ય બન્યો છે. ગોસ્વામી તુલસીદાસજીના અસહ્ય દુ:ખો કષ્ટભંજન શ્રીહનુમાનજીની કૃપાથી જેવી રીતે દુર થઈ ગયા, તેમ લોકોના દુ:ખ, દર્દ પણ તેઓની અમીદ્રષ્ટીથી દુર થાય અને આ ભાવાનુવાદ લોકો સુધી સરળતાથી પહોંચે, તેવા શુભાશયથી તેને એક નાનકડા પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પુસ્તકની સોફ્ટકોપી એટલે કે પીડીએફ ફાઈલ નીચે દર્શાવેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

http://udaybhayani.in/wp-content/uploads/2020/11/Hanuman_Book.pdf

આ બુકની હાર્ડકોપી અને સોફ્ટકોપી ઉપલબ્ધ કરાવવાના પ્રસંગે આ પાઠનો મને પરિચય કરાવનાર માત્રુપક્ષ, આ પાઠ કરવા કારણભૂત વ્યક્તિઓ અને સંજોગો, ભાવાનુવાદ કરવામાં મદદરૂપ થનાર મારા આત્મજનો, બુક છપાવવામાં મદદરૂપ સ્નેહીજનો, બુક ડીઝાઈનર ટીમ, મુદ્રક અને આ સંપૂર્ણ કાર્યના દરેક તબક્કે માર્ગદર્શક અને સાથીદાર એવા રમેશમામા, વિનુમામા, બેન અને મારા અર્ધાંગિનીનો હૃદયપૂર્વક આભાર માનું છે.

આશા રાખુ છું કે, આપના અંગત જીવનમાં કોઈપણ મુશ્કેલી સમયે અને ખાસ કરીને આ કોવિદ-19 મહામારીમાં આ આધ્યાત્મિક શક્તિ સૌને જરૂરથી ઉપયોગી નિવડશે. આપ સૌને ફરી-ફરીને આગ્રહપૂર્વક વિનંતી છે કે, જેમ એક વખત જમી લેવાથી કાયમ માટે ભૂખ સંતોષાઇ જતી નથી અને સમયાંતરે શરીરને ખોરાક આપતો જ રહેવો પડે છે, તેમ પ્રભુ સ્મરણ એક વખત કરી લેવાથી હકારાત્મક વિચારો કે સારુ સ્વાસ્થય કાયમ માટે નહી મળી જાય, તેને નિરંતર અને નિયમિત પ્રભુ સ્મરણરૂપી ખોરાક આપતો રહેવો પડશે. માટે પ્રભુનું સ્મરણ સતત રાખો. આ કળીયુગમાં નિરંતર ભગવાનનું નામ સ્મરણ જ તમામ વ્યાધિનો એકમાત્ર ઉપાય છે.

આ ક્ષેત્રમાં હું રજ સમાન છું, માટે આ ભાવાનુવાદમાં કોઈ ભૂલ જણાય તો બાલસહજ માની ક્ષમા કરવા તથા તે પરત્વે ચોક્કસ ધ્યાન દોરવા નમ્ર અપીલ કરું છું. આ સાથે…

 • સુરેશચંદ્ર દલીચંદ ભાયાણી,
 • ઉદય સુરેશચંદ્ર ભાયાણી,
 • ક્રિના ઉદય ભાયાણી અને
 • નીરજા ઉદય ભાયાણીના સૌને જય જય સીતારામ…
 • મો. ૯૯૨૫૨૪૯૫૨૯, ઇ-મેઈલ udaybhayani@gmail.com

Related Articles

27 COMMENTS

   • Kaliyug na chiranjiv dev eva Hanumanji Maharaj ne matra smaravathi j vyadhi namshesh thai jay chee,to aato aakhu shtrotra thi ketli asim krupa thay, Parat: smaraniy hanumanji maharaj ne amara shat shat Vandan,Aap ne pan samaj aapva mate dhanyavad.

  • ભાયાણી સાહેબ,ખુબ જ સરસ.
   આપના માધ્યમથી હનુમાન બાહુકનો વધુ મા વધુ વ્યક્તિઓ લાભ લેશે.
   🙏🙏પ્રભુ આપનું ભલુ કરે 🙏🙏

 1. શ્રી હનુમાનજી મહારાજની કૃપાદષ્ટિથી આપના દ્વારા અનુવાદિત ભાવાનુવાદ ” .શ્રી હનુમાન બાહુક ” ના પુસ્તક પઠન-પાઠ કરવાથી સમગ્ર વિશ્વના જનસમુદાયને કોવિડ -૧૯ અને તમામ પ્રકારના દુ:ખ-દર્દોમાંથી મુક્તિ નિ:સંદેહ પ્રાપ્ત થાય તેવી શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સહ. આપને આ ઉમદા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. – અમૃત એમ પરમાર , (નિવૃત હિસાબી અધિકારી)

 2. This is really vallen ” GAGAR MA SAGAR”. Uday this is the most needy time for introductie of this auspicious HANUMAN BAAHUK stotra.

 3. આ એક ખુબ જ સરાહનીય પ્રયાસ છે. આજે આખું વિશ્વ જ્યારે કોરોનારૂપી દાનવથી ત્રસ્ત છે ત્યારે આ શ્રી તુલસીદાસજી કૃત શ્રી હનુમાન બાહુક આખા વિશ્વને આધિ વ્યાધિ ઉપાધિમાંથી ઉગારવા માટે એક રામબાણ સિદ્ધ થશે. આ અમૂલ્ય ઔષધિ રૂપી માહિતી સૌની સાથે શેર કરવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. આવી અમૂલ્ય માહીતી નો ખજાનો આપ અમારા સુધી નિરંતર રીતે પહોંચાડતા રહો તે માટે શ્રી હનુમાન દાદા આપને જરૂરી પ્રેરકબળ પૂરું પડે તેવી અંતરથી પ્રાર્થના સહ જય શ્રી હનુમાન અને જય સીયારામ…

 4. આજની આ દુષ્કર પરિસ્થિતિમા મહામારીને માત કરવામા તથા જીવનના તમામ ક્ષેત્રે ઉન્નતિ કરવામા અત્યંત ઉપયોગી બની રહેશે
  જય બજરંગબલી
  જય શ્રીરામ

  • પ્રિય ઉદયભાઈ
   આપશ્રીએ પ્રશંસનીય કાર્ય કરવાં બદલ હદયથી અભિનંદન 🙏🌹. ભકતિમાં ‘નિષ્કામ ભકતિ ‘ શ્રેષ્ઠ ભકતિ છે એમ કર્મમાં પણ ‘નિષ્કામ કર્મ ‘ શ્રેષ્ઠ કર્મ છે.
   રામ / હનુમાન ભકત માટે પ્રિય પુસ્તક બની રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
   જય સીયારામ જય હનુમાન

 5. વાહ.. ખૂબ સરસ .. ટેકનોલોજી સાથે આજે ધાર્મિક બાબતોનું જ્ઞાન પણ આપે આપ્યુ..
  કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીની હનુમાન ચાલીસા, બજરંગ બાણ, શ્લોક, વગેરે નું સ્મરણ કરવાથી અદભુત પરિણામ મળે છે. જે ધોળ કળિયુગમાં પણ અનુભવો થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,101FansLike
293FollowersFollow
1,083SubscribersSubscribe
- Advertisement -

Latest Articles