શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड

લંકિનીએ શ્રીહનુમાનજીને કહેલા બે અપશબ્દો ‘સઠ’ અને ‘ચોર’ના અલગ દ્રષ્ટિકોણ સાથેના અર્થ. રાવણના સામ્રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રીઓનું યોગદાન કે મહત્વ. રાવણના સામ્રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાના સર્વોચ્ચ હોદ્દાઓ ધારણ કરતી ચીફ સીક્યુરીટી ઓફિસરો, સ્ત્રીઓ જ હતી. તાડકાનું ઐશ્વર્ય, સુપર્ણખાનું વિવિધ વિદ્યાઓ ઉપર પ્રભુત્વ, સિંહિકાની પડછાયાને પકડી, જીવને સમુદ્રમાં પાડવાની અદ્‌ભુત માયા અને લંકિનીની સુપરથી પણ ઉપર અને હાઇએસ્ટ રીઝોલ્યુશન વાળી સીસીટીવી સીસ્ટમ તથા રાવણ તદ્દન નિષ્ફિકર થઈને આનંદ-પ્રમાદ કરી શકે, પોતાની અંગત જીંદગી માણી શકે, તેટલી સલામતીની ખાતરી સાથીની ત્રિજટાની સુરક્ષા કુશળતાતો વળી બધાથી ઉપર હતી. અંતે, સ્ત્રી સશક્તિકરણ કરતા રાક્ષસ નિયંત્રણ ઉપર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે.

Continue reading
શ્રી કષ્ટભંજન દેવ - કમિયાળાધામ

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૭ | “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ” | Sundarkand | सुंदरकांड

શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામની યાત્રાનો અલૌકિક અનુભવ. સિંહિકાએ શ્રીહનુમાનજીનો પડછાયો સમજી જે છાયા પકડી હતી, તે શ્રીહનુમાનજીના પડછાયાની કાળાશ ન હતી, પરંતુ મારા રામજી લાલાના શ્યામ વર્ણની છાયા હતી, જે સતત તેઓની સાથે આશીર્વાદના રૂપમાં રહેતી હતી. વિજ્ઞાનના આટ-આટલા આવિષ્કારો પછી પણ પૃથ્વીના અમૂક ભાગો સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી, પૃથ્વીના અમૂક રહસ્યો આજેય વણઉકેલ્યા છે, ત્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આખા ભૂમંડળનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે, જે આપણા મુનિઓ અને શાસ્ત્રોની સિદ્ધિ દર્શાવે છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
Sundarkand Explanation in Gujarati with Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૬ | અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા | Sundarkand | सुंदरकांड

અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા એટલે શું? ભક્તિના પથ ઉપર કંચન અને કામિની પછી ત્રીજું વિઘ્ન આવે છે, ઇર્ષ્યા. અહીં સિંહિકા એ ઇર્ષ્યાનું પ્રતિક છે. ઘણીવાર તમારો વાંક-ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે. માણસ ગમે તેટલો દરિયાદિલ હોય તો પણ તેનામાં ક્યાંક તો ઇર્ષ્યા છુપાઈને બેઠી હોઇ શકે છે. જો ઇર્ષ્યા મરે નહિ ને, તો ભવસાગર પાર કરી ન શકાય. મનમાંથી ઇર્ષ્યાને મારવાની શુભકામના સાથેનો આખો લેખ વાંચવા લિંક ઉપર કલિક કરો.

Continue reading