શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૮ | અહમિશ્વાકુ નાથેન સગરેણ વિવર્ધિત: | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ પર્વતને પગથી દબાવીને જોરથી છલાંગ મારી કે તરત જ તે પાતાળમાં ચાલ્યો ગયો, સંતનો ચરણ સ્પર્શ થાય એટલે સદ્‌ગતિ થઇ જાય, અમોઘની વ્યાખ્યા, સમુદ્રએ મૈનાક પર્વતને શ્રીહનુમાનજી માટે થાક ઉતારનારા અને તેઓને વિશ્રામ આપનારા બનો. તેવું કેમ કહ્યું? સમુદ્રનું નામ સાગર કેમ પડ્યું? તેની કથા વગેરે….

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૭ । બાર બાર રઘુબીર સઁભારી | Sundarkand | सुंदरकांड

પ્રભુ શ્રીરામનું મૃત્યુ સમયે માત્ર એકવાર નામ-સ્મરણ કરવાથી જીવ સંસાર-સાગર પાર કરીને પ્રભુના પરમધામને પ્રાપ્ત કરે છે, તો રામદૂત શ્રીહનુમાનજી માટે પ્રભુની મુદ્રિકા સાથે લઇને અને હૃદયમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા-કરતા સમુદ્ર પાર કરવો કોઇ મોટી વાત નથી. આ ઉપરાંત, મહેન્દ્રાચલનું સુંદર વર્ણન, નિરંતર પ્રભુ સ્મરણ, પ્રભુ શ્રીરામના રઘુવીર નામનું તાત્પર્ય અને શ્રીહનુમાનજી છલાંગ મારે છે તેના વર્ણનની કથા…..

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૬ । હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી | Sundarkand | सुंदरकांड

‘હોઇહિ કાજુ મોહિ હરષ બિસેષી’ અર્થાત મનમાં આનંદ-ઉત્સાહ હોવો એ કોઈપણ કાર્યની સફળતા માટેની પૂર્વશરત છે. નમે તે સહુને ગમે અને તેનાથી પણ વિશેષ નમે તે પ્રભુને તો સવિશેષ ગમે. કાર્ય રોજીંદુ કચેરી કે ધંધા ઉપર જવાનુ સામાન્ય હોય કે ખાસ હોય, એકવાર માતા-પિતાને પગે લાગીને ઘરની બહાર નિકળવાની આદત કેળવો, પરિણામો બદલી જશે. “કોઇપણ કાર્ય પછી ભલે તે સાંસારિક કાર્ય હોય તો પણ મન,વચન અને કર્મથી કરવામાં આવે અને સાથે પ્રભુ સ્મરણ હોય તો તે પ્રભુકાર્ય બની જાય છે, યોગ બની જાય છે, તેની સફળતામાં કોઇ શંકા રહેતી નથી.”

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૫ । ભોજન વગર ભજન ન થાય | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજી વાનરસેનાને કહે છે કે મારે પાછા આવવામાં સમય જાય અને તે દરમ્યાન કોઇ દુ:ખ પડે, તો સાથે મળીને વેઠી લેજો. કંદ-મૂળ, ફળો વગેરે જે કાંઇ મળે તે ખાઈને સમય પસાર કરજો, મારી પ્રતિક્ષા કરજો અને પ્રભુનું સ્મરણ કરજો, પરંતુ કોઈએ ભુખ્યુ રહેવાનું નથી કારણ કે ભોજન વગર ભજન થઈ શકે નહી.

Continue reading

શ્રી સુંદરકાંડ । ભાગ – ૧૪ । होइहि सोइ जो राम रचि राखा | Sundarkand | सुंदरकांड

છાતી ઉપર એક વાળ સફેદ દેખાય અને પુત્રને રાજ્ય સોંપવાનો વિચાર આવે, તેનો પુત્ર જ મર્યાદા પુરુષોત્તમ ધનુર્ધર ચક્રવર્તી રાજા શ્રીરામ બને અને આજે પણ તેના રાજ્યની આદર્શ વ્યવસ્થા જેવા ‘રામરાજ્ય’ની કલ્પના સેવવામાં આવે. કુટુંબ, કચેરી, સંસ્થા, સમાજ કે મહોલ્લામાં બુદ્ધિથી વરિષ્ઠ સભ્યોની સલાહ અને આશીર્વાદથી કામો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને નિર્ધારિત સફળતા મેળવી શકાય છે.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૩ | લંગડેજી મહારાજને શું અતિપ્રિય લાગ્યુ? | Sundarkand | सुंदरकांड

સકલગુણનિધાનમ્‌ એટલે કે સમસ્ત ગુણોનો ખજાનો કે ભંડાર. શ્રીહનુમાનજી ફક્ત જ્ઞાનિ જ નથી, પરંતુ સર્વગુણ સંપન્ન પણ છે. વિનય-વિવેકથી લઈ મહાપરાક્રમ, મસક સમાન સુક્ષ્મરૂપથી લઈ કનક ભુધરાકાર સરીરા, ગુઢ જ્ઞાનની વાતોથી લઈ વિરહનો સંદેશો પહોંચાડવો અને સારા ટીમ મેમ્બરથી લઈ વન મેન આર્મીની જેમ જાતે તમામ કાર્યો કરવા વગેરે તમામ ગુણોનો ભંડાર છે, શ્રીહનુમાનજી. સાથે શ્રીલંગડેજી મહારાજની કથા…

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૨ | અમૂલ્ય ખજાનાની માંગ | Sundarkand | सुंदरकांड

ગોસ્વામી શ્રીતુલસીદાસજીની પ્રભુ પાસે બે અમૂલ્ય માંગણીઓ – અવિચળ ભક્તિ અને કામ આદિ દોષોથી મુક્ત મન. તાત તીન અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ. એક શ્લોકી સુંદરકાંડની સુંદર વાત.

Continue reading