10 Nam Aparadh

નામ-અપરાધ: ભગવદ્‌ પ્રાપ્તિના માર્ગમાં ૧૦ બાધકો અને નિવારણ

ભગવાનના પવિત્ર નામ જેવા કે રામ, કૃષ્ણ, હરિ કે શિવનું સ્મરણ કરવું એ સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક કાર્ય છે. શાસ્ત્રો કહે છે કે “કલિયુગ કેવલ નામ આધારા” — એટલે કે આ યુગમાં માત્ર નામ જ મનુષ્યને ભવસાગર પાર ઉતારી શકે છે. જો કોઈ સાધક નિષ્ઠાપૂર્વક જાપ કરે, તો તેના જીવનના તમામ દોષો દૂર થાય છે અને ઈશ્વર પ્રાપ્તિ નિશ્ચિત બને છે. પરંતુ, ઘણીવાર પ્રશ્ન થાય છે કે “આટલા જાપ કરવા છતાં જીવનમાં પરિવર્તન કેમ નથી આવતું?” તેનું કારણ નામ-અપરાધ હોઈ શકે છે. શાસ્ત્રો ચેતવણી આપે છે કે જો જીવનમાં ૧૦ નામ-અપરાધ હોય, તો નામની અપાર શક્તિમાં પણ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ શકે છે અને સાધનાનું ફળ મળતું નથી. આવો જાણીએ, સાધકે કઈ ૧૦ ભૂલોથી બચવું જોઈએ.

Continue reading
સુંદરકાંડ-56

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૬ | અવધપુરી પ્રભુ આવત જાની… । Sundarkand | सुंदरकांड

રામજીલાલાની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો અનમોલ ઉત્સવ, જ્યારે ભક્ત અસમંજસમાં હોય ત્યારે ભગવાન કંઇકને કંઇક સંકેત આપે, ભક્તિની સમીપ પહોંચીને પછી હવે શું કરું? શું કરું? તેવુ વિચારવામાં બહુ સમય ન બગાડવો જોઇએ. તુરંત જ સમર્પિત થઈ જવુ જોઇએ, નહિતો રાવણરૂપી વિઘ્ન વચમાં આવી જાય, રાક્ષસોના લક્ષણો અને મોહાંધ કે કામાંધ વ્યક્તિની બુદ્ધિની કક્ષા કેવી થઇ જતી હોય છે, વગેરે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન... ।Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૫| મન રામ પદ કમલ લીન।Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજી દ્વારા માતા જાનકીજીનું પ્રથમ આંતરિક અને બાહ્યવર્ણન, શ્રીજાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રીરામજીના ચરણકમળોમાં લીન છે, તેના સુંદર-સુંદર મર્મ, ચરણો સંબંધિ એક અદ્‌ભૂત પ્રયોગ વગેરે…

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે... । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૫૪ | ભક્તિ રે કરવી એણે… । Sundarkand | सुंदरकांड

વિભીષણજીએ માતા જાનકીજીના દર્શન કરવા માટે યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્‌ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્‌ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની કથા વગેરે

Continue reading