વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌

વિભીષણજીકૃત શ્રીહનુમત્સ્તોત્રમ્‌ | विभीषणजी कृत श्रीहनुमत्स्तोत्रम् | Shree Hanumat Strotram by Vibhishanji

આપને તથા આપના પરિવારને અંજનીનંદન શ્રીહનુમાનજી લાલાની જન્મ જયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ…

શ્રીહનુમાન જયંતીના પાવનપર્વ નિમિતે શ્રીસુદર્શનસંહિતા અનુસારના વિભીષણજી દ્વારા રચિત શ્રીહનુમત્સ્તોત્રમ્‌નો ભાવાર્થ આપની સમક્ષ બાલા હનુમાનજીની કૃપાથી રજુ કરું છું.

આજ રોજ તા. ૧૬.૦૪.૨૦૨૨ના રોજ રાજયોગી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મોરબીના બેલા ગામ પાસે આવેલા તીર્થધામ પૂજ્ય કેશવાનંદજી બાપુની તપોભૂમિ એવા ‘ખોખરા હનુમાનજી ધામ’ ખાતે ગુજરાતના ગૌરવ સમી ૧૦૮ ફૂટ ઉંચી શ્રીહનુમાનજીની પ્રતિમાનું શ્રીહનુમાન જન્મોત્સવના પાવન અવસરે અનાવરણ કરવામાં આવ્યું છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૯ | સીયા રામમય સબ જગ જાની । Sundarkand | सुंदरकांड

જીવનમાં આપણે ક્યા કાર્યો કરવાના છે? તેનો સંદેશો ભગવાન આપણને કોઇને કોઇ સ્વરૂપે આપી જ દેતા હોય છે; બસ આપણે સમજી શકવા જોઇએ. આ સંદર્ભમાં ગોસ્વામીજીની ચોપાઇ “સીયા રામમય સબ જગ જાની”નો પ્રસંગ. કોઇપણ કાર્ય કરતી વખતે હૃદયમાં પ્રભુ સમરણ રાખવું જોઇએ. “કામ કરતે રહો, પ્રભુ નામ જપતે રહો” પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ - ૩ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૮ | સત્‌સંગનું મહત્વ – ૩ । Sundarkand | सुंदरकांड

સત્‌સંગના પ્રકાર જેવા કે દર્શન સત્‌સંગ, સ્પર્શ સત્‌સંગ અને સમાગમ સત્‌સંગ. શ્રીહનુમાનજીએ લંકિનીના મસ્તક ઉપર મુક્કો માર્યો હતો. તપ અને સત્‌સંગમાં સત્‌સંગ જ શ્રેષ્ઠ છે. સમયસૂચક શબ્દ ‘લવ’ એટલે કેટલો સમય? લંકાની ઇમીગ્રેશન ઓફીસર લંકિની.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ - ૨ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૭ | સત્‌સંગનું મહત્વ – ૨ । Sundarkand | सुंदरकांड

સત્‌સંગનું અવર્ણનીય મહત્વ સમજાવતો નારદજીનો એક સુંદર પ્રસંગ. પ્રભુ તો સત્‌સંગીને જ વશ હોય છે, તેનું શ્રીપ્રિયાદાસજીનું એક સુંદર ઉદાહરણ. જેમ સુર્યોદય થવાથી ધરતી ઉપરનો અંધકાર દૂર થઈ જાય છે, તેમ સાચા સંતનો સંગ થવાથી અંત:કરણનું અંધારું દૂર થઈ જાય છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા । બિનુ હરિ કૃપા મિલહિં નહિં સંતા ॥ એક ઘડીના ચોથા ભાગના સમયના સત્‌સંગથી કરોડો અપરાધ, અસંખ્ય પાપો દૂર થઈ જાય છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૬ | સત્‌સંગનું મહત્વ – ૧ । Sundarkand | सुंदरकांड

સ્વર્ગ અને હેવન(Heaven) વચ્ચે તફાવત તથા અંગ્રેજી ભાષામાં પણ સ્વર્ગ શબ્દ જેમનો તેમ સમાવવો જોઇએ. સ્વર્ગ અને મોક્ષના તમામ સુખો તથા સત્‌સંગના ક્ષણમાત્રના સુખોની તુલના કરવા માટે ક્યા ત્રાજવા હોઇ શકે? પ્રભુસંકીર્તન, સારી વાતો, સોશીયલ મીડિયા, સત્યનો સાથ અને જીવનો પોતાની સાથેનો સંગ (અહં બ્રહ્માસ્મિ) વગેરે સત્‌સંગના જ પ્રકાર છે. સત્યની સદા સમિપ એવા સાચા સંતનો સમાગમ એ સત્‌સંગની સર્વોત્તમ રીત છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૫ | પુન્યપુંજ બિનુ મિલહિં ન સંતા । Sundarkand | सुंदरकांड

જ્યારે બ્રહ્માજીએ રાવણને વરદાન આપ્યું હતું, ત્યારે જતી વખતે લંકિનીને રાક્ષસોના વિનાશની નિશાની આપી હતી. બ્રહ્મા અને બિરંચિ ઉદ્‌બોધનોના અર્થ વચ્ચે તફાવત. લંકિની શ્રીહનુમાનજીને કેમ ઓળખી ગઈ, કે આ રામદૂત જ છે? અને જે સાહિત્ય કે લખાણ મૂળભુત રીતે જે ભાષામાં લખાયેલ હોય, તે ભાષામાં જ વાંચવામાં આવે તો તેનો સાચો ભાવ અને ભાવાર્થ સમજી શકાય.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૪ | સંત સ્પર્શથી વિરક્તિ । Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ વિરાટ રૂપ ધારણ કરીને લંકિનીને એક મુક્કો માર્યો અને મુક્કાનો પ્રહાર થતાં જ તેણી લોહીની ઊલટી કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. તેના મુખમાંથી રક્ત વહી ગયું, એટલે કે તેણી વિરક્ત થઈ ગઈ. સાચા સંતનો સ્પર્શ થતા જ વ્યક્તિ વિકારોથી રહિત વિરક્ત થઈ જાય.

હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. કોઇને પણ હાથ જોડીને વંદન કરીએ તો કેટલું સારું લાગે? આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે. હાથ જોડીને વિનય કરવો તેને અપરાધની ત્વરિત ક્ષમા અપાવનાર મુદ્રા કહેવામાં આવે છે. આપણી કોઇ ભુલ થઇ હોય અને સામેવાળાની હાથ જોડીને માફી માંગીએ તો સામેવાળી વ્યક્તિ તુરંત પીગળી જાય અને ક્ષમા આપે.

Continue reading