પ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે. ‘ગરલ સુધા’ અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે અને “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. પ્રભુકૃપાથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે.
Continue reading