શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૩ | લંકાની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રી સશક્તિકરણ । Sundarkand | सुंदरकांड

લંકિનીએ શ્રીહનુમાનજીને કહેલા બે અપશબ્દો ‘સઠ’ અને ‘ચોર’ના અલગ દ્રષ્ટિકોણ સાથેના અર્થ. રાવણના સામ્રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં સ્ત્રીઓનું યોગદાન કે મહત્વ. રાવણના સામ્રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાના સર્વોચ્ચ હોદ્દાઓ ધારણ કરતી ચીફ સીક્યુરીટી ઓફિસરો, સ્ત્રીઓ જ હતી. તાડકાનું ઐશ્વર્ય, સુપર્ણખાનું વિવિધ વિદ્યાઓ ઉપર પ્રભુત્વ, સિંહિકાની પડછાયાને પકડી, જીવને સમુદ્રમાં પાડવાની અદ્‌ભુત માયા અને લંકિનીની સુપરથી પણ ઉપર અને હાઇએસ્ટ રીઝોલ્યુશન વાળી સીસીટીવી સીસ્ટમ તથા રાવણ તદ્દન નિષ્ફિકર થઈને આનંદ-પ્રમાદ કરી શકે, પોતાની અંગત જીંદગી માણી શકે, તેટલી સલામતીની ખાતરી સાથીની ત્રિજટાની સુરક્ષા કુશળતાતો વળી બધાથી ઉપર હતી. અંતે, સ્ત્રી સશક્તિકરણ કરતા રાક્ષસ નિયંત્રણ ઉપર વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૨ | અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૨ | અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ લંકામાં પ્રવેશ માટે મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું હશે? તે સમયે શ્રીહનુમાનજીએ મુદ્રિકા ક્યાં રાખી હશે કે તેનું શું કર્યું હશે? આવા પ્રશ્નોના સુંદર સમાધાન, અણિમા સિદ્ધિ, લધિમા સિદ્ધિ, પ્રભુના નૃસિંહ અવતારનું સ્મરણ, “અહં હિ નગરી લંકા સ્વયમેવ પ્લવઙ્ગમ” અર્થાત હે વાનર! હું સ્વયં લંકા નગરી જ છું વગેરે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૧ | લંકહિ ચલેઉ સુમિરિ નરહરી | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૧ | લંકહિ ચલેઉ સુમિરિ નરહરી | Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીએ અત્યંત નાનું રૂપ ધરી અને રાત્રીના સમયે લંકા નગરીમાં પ્રવેશ કરવાનું કેમ વિચાર્યું? કોઇ વ્યક્તિના સાચા સંસ્કાર કે રહેણી-કરણી જાણવી હોય, તો તે એકલો હોય ત્યારે એકાંતમાં કેવી રીતે રહે છે કે વર્તે છે? તે જાણવાથી સાચી પરિસ્થિતિની ખબર પડી જાય. વિચારો અને તેના અમલ સંદર્ભમાં બાબાજીએ વર્ણવેલા ત્રણ પ્રકારના લોકો, એક, જે વિચાર જ કરતા રહે, કંઇ કામ ન કરે. બીજા, વગરવિચાર્યું કામ કરે અને ત્રીજા, વિચારે પણ ખરા અને તે મુજબ કામ પણ કરે એટલે કે કોઇપણ કામ વિચારીને જ કરે. જે પ્રભુતાને પચાવી શકે અને લઘુતાને નિભાવી શકે તે જ ભક્તિને પ્રાપ્ત કરી શકે. ગોસ્વામીજી એ લખ્યું કે, ‘મસક સમાન રૂપ કપિ ધરી’ એટલે તરત જ ઉદ્‌ભવેલો યક્ષ પ્રશ્ન કે, જો શ્રીહનુમાનજીએ મચ્છર જેવડું નાનું રૂપ ધારણ કરી લીધું, તો મુદ્રિકાનું શું થયું? વગેરે કથા જાણવા અને આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૩૦ | લંકા વર્ણન (ભાગ – ૨) | Sundarkand | सुंदरकांड

રાક્ષસ કોને કહેવાય? તો ૧) ગર્જહીં, જે વ્યક્તિ કોઇની પણ સામે આત્મશ્લાઘા જ કર્યે રાખે કે પોતાની મોટાઈ જ કર્યે રાખે. જે હંમેશા અહંકારમાં જ રાચે અને જેને અહંકાર સિવાય બીજુ કંઇ જ સુઝે નહિ. ૨) તર્જહીં, જે વ્યક્તિ બીજાનો તિરસ્કાર જ કરતો રહે. નાના, મોટા, ધર્મ વગેરે કંઇ જ જોયા કે વિચાર્યા વગર સામેવાળાનો તિરસ્કાર કે અપમાન જ કર્યે રાખે. ૩) રચ્છહીં, જે વ્યક્તિ પોતાનું અંગત જ ધ્યાન રાખે, બીજાની સામે જોવે પણ નહિ. જે ફક્ત પોતાની અંગત સંપતિ, વૈભવ કે સ્વાર્થનું જ રક્ષણ કરે. ૪) ભચ્છહીં, ભચ્છહીં એટલે કે ભક્ષણ કરવું, આરોગવું નહિ હો!!! જે વ્યક્તિ જે-તે, જેવું-તેવું અને જેનું-તેનું કંઇપણ ખાધે જ રાખે, અકરાંતિયાની જેમ કંઇપણ ખા-ખા જ કરે. રાક્ષસ એટલે ખાસ દેખાવવાળા કોઇ જીવને શોધવાની જરૂર નથી, ઉકત ગુણો જ રાક્ષસી પ્રકૃતિનું પ્રતિક છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન – ૧ | Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૯ | લંકા વર્ણન (ભાગ- ૧) । Sundarkand | सुंदरकांड

લંકાનગરીનું વર્ણન – સુવર્ણકોટ, તેમાં વળી વિવિધ રંગોના દિવ્ય મણીઓ જડેલા, સુંદર આકારનો અને ગીચ વસ્તી ધરાવતો હતો. હાથી, ઘોડા, રથ, પાયદળ, ખચ્ચર, પહેલવાનો અને યોદ્ધાઓ આમ સાત આવરણોથી સુરક્ષિત હતો. વન, બાગ, ઉપવન, વાટીકા, જળાશય, કૂવો અને વાવડી આ સાતેયથી લંકા નગરી શોભતી હતી. મુનિઓના મનને પણ મોહી લે તેવી મનુષ્ય, નાગ, દેવો, ગંધર્વો, યક્ષો વગેરેની કન્યાઓ લંકામાં હતી. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૮ | मेरा राम की कृपा से…| Sundarkand | सुंदरकांड

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૮ | मेरा राम की कृपा से…| Sundarkand | सुंदरकांड

શ્રીહનુમાનજીની સમુદ્ર પાર કરી આગળની યાત્રા, શ્રીહનુમાનજી પર્વત ઉપર ભય ત્યાગીને ચઢી ગયા, તો ક્યો ભય ત્યાગીને ચઢ્યા? જીવે પ્રભુભક્તિ મેળવવા માટે સંસારસાગરના ભયને ત્યાગીને, દોડીને કે કૂદીને જ આગળ વધવુ પડે, આત્મશ્લાઘા કરવી એ તો સદ્‌ગૃહસ્થોમાં નિંદનીય બાબત છે, मेरा राम की कृपा से सब काम हो रहा है । અને લંકાના કિલ્લાનું ખૂબ જ ટૂંકમાં અદ્‌ભુત વર્ણન. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
શ્રી કષ્ટભંજન દેવ - કમિયાળાધામ

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૭ | “શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામ” | Sundarkand | सुंदरकांड

શ્રી કષ્ટભંજન દેવ – કમિયાળાધામની યાત્રાનો અલૌકિક અનુભવ. સિંહિકાએ શ્રીહનુમાનજીનો પડછાયો સમજી જે છાયા પકડી હતી, તે શ્રીહનુમાનજીના પડછાયાની કાળાશ ન હતી, પરંતુ મારા રામજી લાલાના શ્યામ વર્ણની છાયા હતી, જે સતત તેઓની સાથે આશીર્વાદના રૂપમાં રહેતી હતી. વિજ્ઞાનના આટ-આટલા આવિષ્કારો પછી પણ પૃથ્વીના અમૂક ભાગો સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી, પૃથ્વીના અમૂક રહસ્યો આજેય વણઉકેલ્યા છે, ત્યારે શ્રીમદ્‌વાલ્મીકીય રામાયણમાં આખા ભૂમંડળનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે, જે આપણા મુનિઓ અને શાસ્ત્રોની સિદ્ધિ દર્શાવે છે. આખો લેખ વાંચવા લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

Continue reading
Sundarkand Explanation in Gujarati with Uday Bhayani

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૬ | અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા | Sundarkand | सुंदरकांड

અજીબોગરીબ ‘અઘટિતઘટનાપટીયસી’ માયા એટલે શું? ભક્તિના પથ ઉપર કંચન અને કામિની પછી ત્રીજું વિઘ્ન આવે છે, ઇર્ષ્યા. અહીં સિંહિકા એ ઇર્ષ્યાનું પ્રતિક છે. ઘણીવાર તમારો વાંક-ગુનો ન હોવા છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે. માણસ ગમે તેટલો દરિયાદિલ હોય તો પણ તેનામાં ક્યાંક તો ઇર્ષ્યા છુપાઈને બેઠી હોઇ શકે છે. જો ઇર્ષ્યા મરે નહિ ને, તો ભવસાગર પાર કરી ન શકાય. મનમાંથી ઇર્ષ્યાને મારવાની શુભકામના સાથેનો આખો લેખ વાંચવા લિંક ઉપર કલિક કરો.

Continue reading
hanuman with surasa

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૫ | ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા: | Sundarkand | सुंदरकांड

જીવનમાં પૈસાની બહુ જરૂર છે, પરંતુ બહુ પૈસાની જરૂર નથી. શ્રીહનુમાનજીની જેમ મૈનાકને સ્પર્શ કરીને, તેનું માન જાળવીને આગળ વધી ગયા, તેમ જીવનમાં જરૂરી હોય તેટલું અર્થોપાજન કરીને, જીવનના સાચા ધ્યેય પ્રભુભક્તિ માટે આગળ વધવું જોઇએ. “ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા:” અર્થાત આપણે ભોગને નથી ભોગવતા, પરંતુ આપણે જ ભોગવાઇ જઇએ છીએ. ભક્તિનો મારગ છે શૂરાનો, નથી કાયરનું કામ. શ્રીતુલસીદાસજીએ અન્ય રાક્ષસીઓનાના નામ લખ્યા, પરંતુ સિંહિકાનું નામ કેમ ન લખ્યું? અમૂક રાક્ષસીઓના ઉલ્લેખ સાથે “એક” શબ્દ કેમ જોડવામાં આવેલ છે? ભક્તિના પથ પર ચાલીએ તો વિઘ્નો કોઇપણ બાજુથી આવી શકે, તે સુરસાની જેમ આકાશમાંથી પણ આવે, સિંહિકાની જેમ જલમાંથી પણ આવે અને લંકિનીની જેમ જમીન પરથી પણ આવી શકે. આમ, વિઘ્ન કોઇપણ રસ્તેથી આવી શકે, ભક્તએ સતત સાવચેત રહેવું જોઇએ. દેશની રક્ષા કાજે પણ વિઘ્ન કોઇપણ રસ્તે આવી શકે, સુરક્ષા માટે દેશે દરેક ક્ષેત્રે તૈયાર રહેવું જોઇએ.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૪ | વાસનાનું પ્રતિક સુરસા | Sundarkand | सुंदरकांड

સુરસાએ મુખ આડું ખોલ્યુ હતુ કે ઊભું ખોલ્યુ હતું? ક્યારે અને કોની સામે નાનું બનવું, તે પણ બુદ્ધિચાતુર્યનું પ્રમાણ છે. વાસનાનો ભુખ્યો માણસ વધુને વધુ ભોગ ભોગવવા પોતાની પ્રવૃતિઓનો એટલો વિસ્તાર કરીને બેઠો હોય કે તેને સમેટતા વાર લાગે અર્થાત પોતાની વાસનાઓ કે ઇચ્છાઓને તુરંત છોડી શકતો નથી. પ્રભુભક્ત? તુરંત જ નાનો થઇ શકે. જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે જતા હોય કે જેને જે કાર્ય સોંપવામાં આવ્યુ હોય, તે વ્યક્તિ તેને સોંપવામાં આવેલા કાર્યને કરવા માટે સક્ષમ તો છે ને? તે માટે કાર્યકુશળતાની પરીક્ષા લેવી પડે. પ્રભુ શ્રીરામે શ્રીહનુમાનજીને માતા સીતાજીને શોધવા જતી વખતે કહ્યુ હતુ તે “બહુ પ્રકાર સીતહિ સમુઝાએહુ, કહિ બલ બિરહ બેગિ તુમ્હ આએહુ” એટલે કે સીતાને અનેક પ્રકારે સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૩ | સકલગુણ નિધાનમ્‌ – શ્રીઅંજનીનંદન | Sundarkand | सुंदरकांड

કોઇપણ કાર્ય પાર પાડવા માટે રાજનીતિ મુખ્ય ચાર ઉપાયો. કોઇપણ કાર્ય કરવા પહેલા યુક્તિનો પ્રયોગ કરવો જોઇએ અને યુક્તિથી કાર્ય ન પતે તો જ બળનો ઉપયોગ કરવો જોઇએ, એ જ યોગ્ય નીતિ છે. સુરસા વાસ્તવમાં મુખ પહોળું કરતી જાય છે, જ્યારે શ્રીહનુમાનજી પોતાનું શરીર તેનાથી મોટું છે તેવું બતાવે છે, જે એક માયા સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં એક પણ ભગવાન શસ્ત્ર વગરના નથી અને સાથે તેના ઉપયોગની મર્યાદાથી પણ આપણે સહુ અવગત જ છીએ. સાચો ભક્ત કોઇની સાથે ઝગડવા કે કોઇને નીચા દેખાડવા કરતા પોતાની લીટી મોટી કરવા માટે, પ્રભુની વધુ સમીપ જવા માટે પ્રયત્નશીલ રહે છે.

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૨ | હેતુ રહિત પરહિત રતસીલા । Sundarkand | सुंदरकांड

સુરસા શ્રીહનુમાનજી સામે ખોટું કેમ બોલે છે? આસુરીવૃત્તિવાળા માણસના આઠ અવગુણો. હરિભક્તનો સ્વભાવ કેવો હોય? ધર્મસંકટ જેવી કઠિન પરિસ્થિતિમાં જ સાચી પરીક્ષા થતી હોય છે. જેમ સેલ્ફ એટેસ્ટેડ નકલ માન્ય રાખવામાં આવે છે તેમ ‘હું સત્ય કહું છું’ પ્રમાણભૂત માનવામાં આવતું. જનની સમ જાનહિં પર નારી અને પરસ્ત્રી જેને માત રે. સુરસાને બ્રહ્માજીના વરદાનની કથા…

Continue reading
Sundarkand-021

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૧ | અતિથિ દેવો ભવ: | Sundarkand | सुंदरकांड

દેવતાઓને શ્રીહનુમાનજીની વિશિષ્ટ બળ-બુદ્ધિની પરીક્ષા કરવાનો વિચાર કેમ આવ્યો? શ્રીહનુમાનજીની કસોટી કરવા નાગમાતા સુરસાને જ કેમ પસંદ કરવામાં આવ્યા? સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર. નારી શક્તિનો વધુ એક પરીચય, Everything is fair in love and warની જેમ શાસ્ત્રોક્ત રીતે પરીક્ષા લેવા માટે પ્રશ્નને મરોડીને પૂછવો કે વાત કરવી અને કોઇ અભિનય કરતા હોઇએ ત્યારે જે કર્મ કરીએ, આ બન્ને પરિસ્થિતિમાં જુઠુ બોલવાથી પાપ લાગતું નથી અને અંતે અતિથિ દેવો ભવ:ની કથા….

Continue reading

શ્રી સુંદરકાંડ | ભાગ – ૨૦ | મનની પવિત્રતાનો મહિમા | Sundarkand | सुंदरकांड

મૈનાકના આતિથ્યનો તિરસ્કાર ન થાય, તે માટે તેને સ્પર્શ કરીને પ્રતિક સ્વરૂપે તેઓના આતિથ્ય સ્વીકાર અને વિશ્રામ બન્ને ભાવોની પૂર્તિ કરતા શ્રીઅંજનીનંદન. સમાજમાં વ્યાપેલો દંભ અને મગજમાં ભરેલા કચરાની વાત. પાશ્ચાત દેશોમાં શરીર ઉપરના ઓછા કપડા મગજ વિચલિત નથી કરતા, મનની સ્વચ્છતા કામ કરે છે. ભક્તિના પથ ઉપર પ્રયાણ કરીએ એટલે સૌથી પહેલા પોતાનાઓની લાગણી જ વિઘ્નરૂપે સામે આવતી હોય છે. ‘મોહિ કહાઁ બિશ્રામ’નો સુંદર અર્થ. વગેરે કથા…..

Continue reading
Sundarkand

શ્રી સુંદરકાંડ | ભાગ – ૧૯ | ઉપકારનો બદલો પ્રત્યુપકારથી વાળવો જોઇએ | Sundarkand | सुंदरकांड

ઉપકારનો બદલો પત્યુપકારથી વાળવો એ સનાતન ધર્મ છે. મૈનાક પર્વતનું વર્ણન. સત્યયુગમાં પર્વતોને પાંખો હતી, તેની કથા. મૈનાકનો શ્રીહનુમાનજી પ્રત્યે કૃતજ્ઞ ભાવ. પ્રભુ શ્રીરામ પોતે સમુદ્ર કિનારે પહોંચે છે અને સમુદ્ર પાસે સહાયતા માંગે છે, તો સમુદ્ર આસાનીથી માર્ગ નથી આપતો; પરંતુ શ્રીરામના દૂતને ઉપરથી પસાર થતા જોઇને સામેથી વિશ્રામની વ્યવસ્થા કરે છે. આવું કેમ? જીવ ભક્તિના માર્ગે પ્રયાણ કરે એટલે પહેલું વિઘ્ન શું આવે? વગેરે કથા…..

Continue reading