પ્રજાજનોને બેંકિંગ સુવિધા સંબંધી કોઇ ફરિયાદ હોય તો, તેના ઝડપી અને બિન-ખર્ચાળ નિરાકરણ લાવવા માટે ભારતીય રીઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિમય અધિનિયમ, ૧૯૪૯ની કલમ ૩૫(અ) અન્વયે બેંકિંગ લોકપાલની યોજના દાખલ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત બેંકિંગ સંબંધી વિવિધ સેવાઓને લગતી ફરિયાદો જેવી કે, ચેકોની ચૂકવણી, થાપણ પરના વ્યાજ, ખાતાને લગતી સેવાઓ, કામના કલાકો થી લઇ ડિજિટલ વ્યવહારોને લગતી ફરિયાદો આ ફોરમમાં કરી શકાય છે. આ ફરિયાદ નિવારણના માળખાને વધુ સુદ્રઢ, પારદર્શક અને લોકોપયોગી બનાવવાના આવા જ એક પગલાંરૂપે તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી આ સેવાનો મહત્તમ ફાયદો પ્રજા સુધી પહોંચાડવા આરબીઆઇ દ્વારા “Complaint Management System (CMS)” વિકસાવવામાં આવેલ છે.
Continue reading