વિભીષણજીએ માતા જાનકીજીના દર્શન કરવા માટે યુક્તિઓ કેમ વર્ણવવી પડી હતી? જ્યાંસુધી સદ્ગુરુ યુક્તિ ન બતાવે, ત્યાંસુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, વિદાય વખતનો ઘરઘણી અને મહેમાનનો શિષ્ટાચાર, જ્યારે ભક્તિને પ્રાપ્ત કરવી હોય, ત્યારે રાંક થઈને રહેવું પડે – “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું”, અશોકવાટિકાનું અદ્ભૂત અને અનુપમ વર્ણન અને માતાજીને મનોમન પ્રણામ સુધીની કથા વગેરે
જીવન પ્રમાણ અંતર્ગત ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી મારફતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate through Face Recognition). હયાતીની ખરાઇ સંદર્ભે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા સરળીકરણના પગલાઓ, નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાના પગલાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ વગેરે વિશે જાણવા લિંક ઉપર ક્લિક કરો.
સોવરિન ગોલ્ડ બોન્ડ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી જામીનગીરી (સિક્યુરિટી) છે. આ બોન્ડ એક ગ્રામ સોનુ કે તેના ગુણાંકમાં ખરીદી શકાય છે, એટલે કે બોન્ડની રકમ સોનાના ગ્રામમાં હોય છે. રોકાણકારને સોનાની લગડીને બદલે સોવરિન ગોલ્ડ બોન્ડનું નિયત નમુનાનું સર્ટીફિકેટ આપવામાં આવે છે અથવા રોકાણકારના ડિમેટ ખાતામાં તેણે જેટલા ગ્રામ સોનું ખરીદ્યું હોય તેટલા યુનિટ જમા આપવામાં આવે છે. આ સોવરિન ગોલ્ડ બોન્ડને અસલ સોનાને બદલે પેપર કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનું જ કહી શકાય.