ડાકોર યાત્રા – જય રણછોડ… માખણ ચોર…

ડાકોર યાત્રા – જય રણછોડ… માખણ ચોર…

સુપ્રસિધ્ધ શ્રી રણછોડરાયજી મંદિરનું નિર્માણ વર્ષ ૧૭૭૨માં થયું હતું. આ મંદિર પવિત્ર ગોમતી તળાવની સમીપ આવેલું છે. મંદિરનો વિસ્તાર ૧૬૮ X ૧૫૧ ફૂટ છે તથા તેમાં ૮ ગુંબજો અને ૨૪ સોનેરી શિખરો આવેલા છે. આ મંદિર ૯૦ ફૂટ ઊંચુ અને તેના મુખ્ય ગુંબજની ટોચ ઉપર ધજા ચડાવવામાં આવે છે. મુખ્ય ગુંબજની રચના ઉપર મહારાષ્ટ્રીયન શૈલીના મંદિરની અસર જોવા મળે છે જ્યારે આખા મંદિરની રચના હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સંયોજનને પ્રતિબિંબિત કરે છે. મંદિરના મુખ્ય કક્ષની દીવાલો ઉપર ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્રના દ્રશ્યો ચિતરવામાં આવેલા છે.

Continue reading