Digital Life Certificate through Face Recognision Jeevan Pramaan

પેન્શનરો માટે જીંદગી જીવવાની સરળતા: જીવન પ્રમાણ મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈ

મે મહિનો આવે એટલે પેન્શનરો માટે હયાતીનીનો સમય આવે. દર વર્ષે ૧લી મે થી ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. આવતા એકવર્ષ માટે પેન્શન સતત મળતુ રહે તે માટે ૩૧મી જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે, અન્યથા જુલાઇ પેઇડ ઇન ઓગષ્ટથી પેન્શન બંધ કરવાની જોગવાઈ છે. આ વર્ષથી ભારત સરકાર દ્વારા આઈફોન મારફતે પણ ચહેરાની ઓળખ આધારીત હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

Continue reading

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)

દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થામાં બાળકોને ભણાવવા, શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવી, પરસ્પર સંવાદ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી, પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા, શિક્ષકોને આ બધી બાબતો માટે તાલીમબદ્ધ કરવા, શિક્ષકો માટે સપોર્ટ સિસ્ટમ, વાલીઓ અને શિક્ષકો માટે આ વ્યવસ્થાનું સાહિત્ય તૈયાર કરી પુરું પાડવું, અને આ આખી વ્યવસ્થાના સુચારું સંચાલન માટે 24X7 હેલ્પડેસ્કની સુવિધા ઉભી કરવી વગેરેનો સમાવેશ થાય છે. દૂરસ્થ શિક્ષણ પ્રણાલી બહુ-આયામી (Multi-faceted) હોવી જોઈએ.

Continue reading

કોવિડ – ૧૯ અને શિક્ષણ

કોવિડ – ૧૯ મહામારીને લીધે ૧૯૦થી વધુ દેશોએ શાળાઓ અને કોલેજો બંધ કરવાની ફરજ પડી જેનાથી વિશ્વના લગભગ ૯૦% એટલે કે ૧૬૦ કરોડ બાળકોનું ભણતર ઠપ્પ થઈ ગયું. એક બાજુ શિક્ષણને બંધ રાખવું પરવડે તેમ નથી અને બીજી બાજુ સ્કૂલો ચાલુ કરવી હિતાવહ જણાતી નથી. આવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૌથી સારો વિકલ્પ છે, “દૂરસ્થ શિક્ષણ વ્યવસ્થા (Remote Learning System)”.

Continue reading