સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme – SGB)

સોવરિન ગોલ્ડ બોન્ડ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી જામીનગીરી (સિક્યુરિટી) છે. આ બોન્ડ એક ગ્રામ સોનુ કે તેના ગુણાંકમાં ખરીદી શકાય છે, એટલે કે બોન્ડની રકમ સોનાના ગ્રામમાં હોય છે. રોકાણકારને સોનાની લગડીને બદલે સોવરિન ગોલ્ડ બોન્ડનું નિયત નમુનાનું સર્ટીફિકેટ આપવામાં આવે છે અથવા રોકાણકારના ડિમેટ ખાતામાં તેણે જેટલા ગ્રામ સોનું ખરીદ્યું હોય તેટલા યુનિટ જમા આપવામાં આવે છે. આ સોવરિન ગોલ્ડ બોન્ડને અસલ સોનાને બદલે પેપર કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સોનું જ કહી શકાય.

Continue reading