Home Blog Page 15

Mutual Fund – Types

As per SEBI Circular No. SEBI/HO/IMD/DF3/CIR/P/2017/114, Dt. October 6, 2017, the types of Mutual Funds in India are broadly categorised as under:

Broad Classification

Equity Schemes – Equity Mutual Funds. Equity schemes endeavor to provide potential for high growth and returns with a moderate to high risk by investing in shares. Such schemes are either actively or passively (replicate indices) managed, and are best suited for investors with a long term investment horizon.

Debt Schemes – Debt Schemes are such in which investment is made in fixed income instruments, such as Corporate and Government Bonds, corporate debt securities, and money market instruments etc. that offer capital appreciation. Debt funds are also referred to as Income Funds or Bond Funds.

Hybrid Schemes – Hybrid Funds invest in a mixture of debt & equity securities in different proportions based on the investment objective. A hybrid mutual fund scheme that invests over 65% of its corpus in equities and the remaining in debt is called an Equity-Oriented Hybrid Mutual Fund. Conversely, a hybrid mutual fund scheme that invests over 65% of its corpus in debt instruments and the remaining into equity is called a Debt-Oriented Hybrid Mutual Fund.

Solution Oriented Schemes – Solution Oriented Schemes or balanced schemes bridge the gap between equity and debt schemes. This category is characterized by a portfolio that is made up of a mix of equity stocks and bonds and will suit investors looking for debt plus returns with higher levels of risk than fixed income schemes. Solution oriented mutual funds are open ended schemes created mainly for long term planning.

Other Schemes – Those schemes which doesn’t fall under any of above categories would be placed under this category. E.g. exchange-traded fund (ETF), Index Funds etc.

The details of the scheme categories under each of the aforesaid groups are as under:

For further details of each type and sub category of funds, one can refer https://www.sebi.gov.in/legal/circulars/oct-2017/categorization-and-rationalization-of-mutual-fund-schemes_36199.html link.

We will cover advantages of Mutual Fund in our next blog…

Thank you…

http://udaybhayani.in/2019/07/21/mutual-fund-introduction-concept/
http://udaybhayani.in/2019/07/30/mutual-fund-history/
http://udaybhayani.in/2019/08/09/mutual-fund-phase-wise-development-in-india/

“વૃક્ષારોપણ” – ઉછેરની ખાતરીના ભાવ સાથે

યાદવ ભુમંડલમ ધતે સશૈલમ કાનનમ,

તાવત તિષ્ઠતિ મે દિન્યામ સંતિત પુત્રે પૌત્રકી:

જ્યાં સુધી આ પૃથ્વી વૃક્ષો, પહાડો અને વનોથી આચ્છાદિત રહેશે, ત્યાં સુધી મનુષ્યોની તમામ જરૂરિયાતો પૂરી થતી રહેશે.

સાંસ્કૃતિક પ્રધાન એવા આપણા દેશમાં વૃક્ષોની પૂજા-અર્ચના આદિ-અનાદિ કાળથી થતી આવે છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના ઉપર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન કરવાની બાબત સંસ્કૃતિમાં વણાયેલી છે. આપણે ત્યાં બહેનો વટસાવિત્રીનું વ્રત કરી વડની પૂજા કરે છે, તુલસી વિવાહ થાય છે અને વર્ષના ચોક્કસ સમયે પીપળામાં પિતૃદેવતાનો વાસ માની જળ અર્પણ કરીએ છીએ વગેરે તેના તાદશ ઉદાહરણો છે. આપણા ધર્મગ્રંથો જેવા કે, અથર્વવેદ, શ્રીમદ ભાગવત, વરાહ પુરાણથી લઇ વિક્રમ ચરિત અને ચરક સંહિતા વગેરેમાં વૃક્ષોનું મહત્વ દર્શાવેલ છે અને તેનું જતન કરવાના આદેશો પણ જોવા મળે છે. તો ચાલો જૈવિક સૃષ્ટિના આવા અમૂલ્ય અંગ એવા વૃક્ષોની પ્રાર્થના કરીએ.

મૂલ બ્રહ્મા ત્વચા વિષ્ણુ શાખે રૂદ્ર મહેશવ:

પત્રે પત્રે તુ દેવસ્ત્રામ વૃક્ષરાજ નમંસ્તુભ્યંમ

જેના મૂળમાં જગત પિતા બ્રહ્માનો વાસ છે; શરીરમાં વિષ્ણુ ભગવાન, ડાળીઓમાં શંકર ભગવાનનો વાસ છે અને દરેક પર્ણમાં દેવતાઓને ધારણ કર્યા છે તેવા વૃક્ષને હું નમસ્કાર કરું છું.

હવે વિશ્વ કક્ષાએ, દેશમાં અને ગુજરાતમાં વન વિસ્તારની સ્થિતિ વિષે જાણીએ. વિશ્વના વન વિસ્તારની વાત કરીએ તો, વિશ્વ કક્ષાએ વર્ષ – 1990માં કૂલ ભૂપૃષ્ઠના 31.6% વન વિસ્તાર હતો, જે વર્ષ – 2015માં 30.6% થવા પામેલ છે. આંકડાઓ વન વિસ્તારમાં ઘટાડો દર્શાવે છે જે ગંભીર બાબત છે, પરંતુ છેલ્લા વર્ષોમાં ઘટાડાનો દર ઘટ્યો છે તે સારી બાબત છે. ભારતીય વન મોજણી (Forest Survey of India)ના ‘સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, 2017’ મુજબ ભારતના કૂલ ભૌગોલિક વિસ્તાર 32,87,469 ચો. કી. મી. પૈકી 7,08,273 ચો. કી. મી. વન વિસ્તાર છે. એટલે કે, દેશમાં વન વિસ્તારની ટકાવારીનું પ્રમાણ 21.54% જેટલું છે. જે વિશ્વની સરખામણીએ 9% જેટલો ઓછો છે. ગુજરાતના કૂલ ભૌગોલિક વિસ્તાર 1,96,244 ચો. કી. મી. પૈકી 14,757 ચો. કી. મી. વન વિસ્તાર છે, જે 7.52% જેટલો થવા જાય છે.

વૃક્ષો પર્યાવરણનું સમતોલન જાળવવા માટે ખૂબ જ અગત્યના છે. વૃક્ષો ઓછા હોવાને લીધે આપણે પારાવાર મુશ્કેલીઓ જેવી કે, ગ્લોબલ વોર્મિંગ, ઓછો વરસાદ, પ્રાણવાયુનું અસંતુલન, જળ સ્ત્રોતો ઘટવા, અન્ય જૈવિક ઘટકોમાં અસંતુલન વગેરે ભોગવવી પડે છે. ખરેખર તો આપણે ભોગવવા માંડ્યા જ છીએ. ઉપરના આંકડાઓ જોઇએ તો ગુજરાતનો વન વિસ્તાર વિશ્વના 30.6% અને ભારતના 21.54% કરતા અનુક્રમે 23% અને 14% ઓછો છે. બીજી રીતે જોઇએ તો ગુજરાત કરતા ભારતનો સરેરાશ વન વિસ્તાર બમણો અને વિશ્વનો સરેરાશ વન વિસ્તાર ત્રણ ગણો છે. વન વિસ્તાર વધારવા અંગત, સામૂહિક અને સરકાર કક્ષાએથી ઘનિષ્ઠ પગલાઓ લેવા અનિવાર્ય છે. સરકારશ્રી તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ વિષય પર જાગૃતિ ફેલાવામાં આવી રહેલ છે. આજે દરેક ગુજરાતી તથા ભારતીય ચિંતિત છે. ચોમાસાની મોસમ ધ્યાને લઇ વૃક્ષારોપણની પ્રવૃતિઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ બાબત ઘણી જ સારી અને સરાહનીય છે.           

આપ સહુ જાણો જ છો કે ઇ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગર દ્વારા સમયાંતરે નાની-નાની સામાજિક પ્રવૃતિઓ થતી રહે છે. આ કચેરીના તમામ અધિકારી તથા કર્મચારીઓ સાથે મળી આવી પ્રવૃતિઓનું આયોજન કરે છે અને તેમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સાથી અધિકારીઓનો સહયોગ તથા પ્રેરણા મળતા રહે છે. આવી જ એક સામાજિક અને હાલના સમયને અનુરૂપ તથા અતિ આવશ્યક એવી વૃક્ષારોપણની પ્રવૃતિનું આયોજન કરી, આ મહાયજ્ઞમાં ભાગ લેવાનું નક્કી કરવામાં આવ્યું. તાજેતરમાં વૃક્ષારોપણની પ્રવૃતિઓનું આયોજન તો બહુ બધી જગ્યાએ થાય છે, પરંતુ આવા વાવવામાં આવેલા વૃક્ષો ખરેખર ઉછરે છે કે કેમ? તેની દરકાર જોઇએ તેટલી રાખવામાં આવતી નથી.

ઇ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગરના સભ્યો દ્વારા કેન્દ્રિય વિદ્યાલય, સેક્ટર – 30, ગાંધીનગર ખાતે તા. 8મી, ઓગસ્ટ, 2019ના રોજ વૃક્ષારોપણની પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણની પ્રવૃતિના ભાગરૂપે વડ, લીમડો, પેલ્ટોફોરમ, કાંચનાર વગેરે છાંયડો આપે તેવા અને લજામણી, બારમાસી, નાગરવેલ જેવા નાના વૃક્ષો રોપવામાં આવ્યાં. આ છાંયડો આપે તેવા અને નાના વૃક્ષો રોપ્યાં પછી બધા જ વૃક્ષો ઉછરે તે માટે તમામ વૃક્ષોને પાણી મળી રહે તે મુજબ ડ્રીપ ઇરિગેશન (પાણીની મોટર, ફિલ્ટર, પાઇપ લાઇન, ડ્રીપર તથા ઇલેક્ટ્રીફિકેશન વગેરેના ફીટીંગ સાથે)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. જેથી તમામ વાવેલા વૃક્ષો ખરેખર ઉછરે અને તેઓ લાભ આવતી પેઢીઓને વર્ષો સુધી મળતો રહે તેવું સુનિશ્ચિત થાય.

આ વખતે પણ પ્રવૃતિના આયોજનમાં ઇ – પગાર અને હિસાબ કચેરી (જીએસટી), ગાંધીનગર પરિવારના સભ્યો ઉપરાંત કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સીપાલ અને અન્ય સ્ટાફ તથા માળી મિત્રોનો ખૂબ જ સહયોગ મળ્યો, જે બદલ હું તેઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અન્ય અધિકારીશ્રીઓ માનનીય ચારુબેન ભટ્ટ મેડમ, યોગિતા મેડમ, હિમાંશુ પટેલ સાહેબ, સુરેખાબેન, વિભૂતિબેન, અવનીબેન, ડો. ગૌતમ વગેરેનો સહયોગ રહ્યો, તેઓનો પણ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત શ્રી નિકુંજ બગસરિયા, મેખાટીંબી (ડ્રીપ ઇરિગેશનના આયોજનમાં મદદરૂપ થવા માટે),  શ્રી ગગુભા રાજ તથા વન ચેતના નર્સરી, સેક્ટર – 30 (વૃક્ષોની ઉપલબ્ધિ માટે)નો પણ હું આભારી છું. મારી કચેરીના શ્રી સંજય કારીયા કે જેઓ એ મારા ડ્રીપ ઇરિગેશન સાથેના વૃક્ષારોપણના કોન્સેપ્ટને સાચા અર્થમાં સાર્થક કરવા કરેલ અથાગ મહેનતને ખાસ બિરદાવવી રહે.

મિત્રો, નાસાના ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝ (જીઆઈએસએસ)ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા તાપમાન વિશ્લેષણ મુજબ, વર્ષ – 1880થી પૃથ્વી પર સરેરાશ વૈશ્વિક તાપમાનમાં આશરે 0.8° સેલ્સિયસ (1.4° ફેરનહિટ)નો વધારો થયો છે. વર્ષ – 1975 બાદ દાયકા દીઠ આશરે 0.15-0.20° સેલ્સિયસના દરે બે તૃતીયાંશ તાપમાન વધ્યું છે. જે ઝડપે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે, આપણી પાસે વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. તો આપ સહુને પણ આ મહાયજ્ઞમાં ભાગ લઇ વાતાવરણને અને આપણી પોતાની જાતને બચાવવા નમ્ર અપીલ કરું છું.

અન્નાત ભવંતિ ભુતાનિ પર્જન્યાદન્ન સંભવ

યજ્ઞાદ ભવતિ પર્જન્યા યજ્ઞ: કર્મ સમુદભવ

અન્નથી પ્રાણી માત્રનું પોષણ થાય છે. અન્નના ઉત્પાદન માટે પાણીની જરૂર છે અને જળપ્રાપ્તિ (વરસાદ) વનોથી થાય છે. જેથી વન ઉછેરનું યજ્ઞકાર્ય કરવું જોઇએ.

http://udaybhayani.in/2019/07/19/%e0%aa%88-%e0%aa%aa%e0%aa%97%e0%aa%be%e0%aa%b0-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%b8%e0%aa%be%e0%aa%ac-%e0%aa%95%e0%aa%9a%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9c%e0%ab%80/

Mutual Fund – Phase wise Development in India

Phase-wise History of Mutual Fund in India

We have seen basic information for the growth of Mutual Funds in India in previous blog. Growth of Mutual Funds in India is divided into six different phases depending on the structural changes which have taken place in the mutual fund industry. Now, we will see time span of each phase and development in that era.

Phase 1: Establishment and Growth of UTI (1964-1987)

Unit Trust of India (UTI) was established in 1963 by an Act of Parliament. It was set up by the Reserve Bank of India and it continued to operate under the regulatory control of the RBI until the two were delinked in 1978 and the entire control was transferred in the hands of Industrial Development Bank of India (IDBI). UTI launched its first scheme in 1964 named as Unit Scheme 1964 (US-64) which attracted the largest number of investors in any single investment scheme over the years. Starting from this scheme, UTI enjoyed complete monopoly and became the biggest mutual fund of the country for these 23 long years up to 1964-87.

Phase 2: Entry of Public Sector Funds (1987-1993)

In 1987, Government of India permitted the Commercial Banks in the public sector to form subsidiaries that would perform the functions of mutual funds through the amendment of Banking Regulation Act, 1949 which earmarked as an end of an era of UTI as the sole participant in the mutual fund sector. A number of Commercial Banks in the public sector and insurance companies had launch mutual funds to mobilize the savings of the small investors. With the entry of public sector funds, there was a tremendous growth in the size of mutual fund industry with net resources mobilization.

Phase 3: Emergence of Private Sector Funds (1993-1996)

Ever since, non-UTI funds came into existence in 1987, the exclusion of private sector was being widely criticized. As such, the mutual fund industry appeared poised for a phenomenal growth. However, at this juncture, the shocking revelation of the 1992 securities scam shook the investor confidence and forced SEBI to put all the forthcoming schemes of mutual funds on hold. Unexpectedly, the scam did not dissuade the government from throwing open this industry to the private sector. By December, 1993, thirteen companies in the private sector were permitted to launch mutual funds. With the entry of private sector funds in 1993, a new era started in the Indian mutual fund industry, giving the Indian investors a wider choice of fund families. In 1993 the first Mutual Fund regulation came into being under which all Mutual Funds, except UTI was to be registered. The Kothari Pioneer (now merged with Franklin Templeton) was the first private sector Mutual Fund registered in July 1993.

Phase 4: Growth and SEBI Regulation (1996-1999)

The Mutual Fund industry witnessed robust growth and strict regulations from SEBI after 1996. The mobilization of funds and the number of players operating in the industry reached new heights as investors started showing more interest in Mutual Funds. Investors’ interests were safe guarded by SEBI and the government offered tax benefit to the investors. In order to encourage them, SEBI (Mutual Funds) Regulations 1996 was introduced by SEBI that set uniform standards. The union budget in 1999 exempted all dividend incomes in the hands of investors from income tax. As part of these measures, SEBI issued standard offer documents and memoranda containing key information. The guidelines issued by RBI for Money Market Funds were incorporated in the SEBI Regulations. Various investor awareness programmers were launched during this phase both by SEBI and Association of Mutual Fund in India (AMFI).

Phase 5: Emergence of a Large & Uniform Industry (1999- 2004)

This Phase was marked by very rapid growth of the Indian mutual fund industry & the market share of private sector mutual funds increased significantly crossing Rs.1.00 lakh crores. The tax break offered to mutual funds in 1999 created arbitrage opportunities for a number of institutional players. During this Phase, there was bifurcation of UTI in SUUTI (Specified Undertaking of the UTI) which was functioning under an administrator and under the rules framed by the Government of India and UTI Mutual Fund Ltd. sponsored by SBI.

Phase 6: Consolidation and Growth (2004 onward…)

Average Assets Under Management (AAUM) of Indian Mutual Fund Industry for the month of July 2019 stood at ₹ 25.81 lakh crores and Assets Under Management (AUM) as on July 31, 2019 stood at ₹ 24.54 lakh crores. The AUM of the Indian MF Industry has grown from ₹ 7.22 trillion as on 31st July, 2009 to ₹24.54 trillion as on 31st July, 2019, about 3 ½ fold increase in a span of 10 years. The MF Industry’s AUM has grown from ₹ 10.06 trillion as on 31st July, 2014 to ₹24.54 trillion as on 31st July, 2019, about 2 ½ fold increase in a span of 5 years. The Industry’s AUM had crossed the milestone of ₹10 Trillion (₹10 Lakh Crore) for the first time in May 2014 and in a short span of about three years, the AUM size had increased more than two folds and crossed ₹ 20 trillion (₹20 Lakh Crore) for the first time in August 2017. The Industry AUM stood at ₹24.54 Trillion (₹ 24.54 Lakh Crore) as on 31st July, 2019. The total number of accounts (or folios as per mutual fund parlance) as on July 31, 2019 stood at 8.48 crore (84.8 million), while the number of folios under Equity, Hybrid and Solution Oriented Schemes, wherein the maximum investment is from retail segment stood at 7.62 crore (76.2 million). This is 62nd consecutive month witnessing rise in the no. of folios.

I have tried to cover overall history of Mutual Fund as well as for India in last two Blogs. In the next blog, I will cover types of Mutual Fund Schemes.

Thank you… Keep reading…

http://udaybhayani.in/2019/07/21/mutual-fund-introduction-concept/
http://udaybhayani.in/2019/07/30/mutual-fund-history/

ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય – કલમ 370 અને 35એ રદ

આજના ઇકોનોમિક ટાઇમ્સમાં સવારમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના રાજ્યપાલ શ્રી સત્ય પાલ મલિકનું કેરીકેચર (Caricature – A caricature is a rendered image showing the features of its subject in a simplified or exaggerated way through sketching, pencil strokes, or through other artistic drawings) છપાયું છે તે જોયું. જેમાં શ્રી મલિકજીને કાશ્મીરમાં અમરનાથ યાત્રા રોકવાની, લશ્કર વધારવાની, યાત્રાળુઓને મર્યાદિત સમયમાં કાશ્મીર છોડી દેવાની વગેરે સૂચનાઓ સંબંધી તંગદિલી વિશે પૂછવામાં આવે છે. તેઓ જણાવે છે કે, ‘Just random smoke, no fire behind it!’ એટલે કે સામાન્ય સલામતીના પગલાઓ છે, કંઇ મોટી કે ગંભીર બાબત નથી. અને થોડી જ વારમાં માનનીય કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ઉપલા ગૃહ રાજ્ય સભામાં નીચે મુજબના પરમાણું બોમ્બ વિસ્ફોટ જેવા સુધારાઓ માટે બિલો રજુ કરવામાં આવ્યા.

  1. સંવિધાનમાંથી આર્ટિકલ 370 અને 35એ દૂર કરવી;
  2. જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે હિસ્સામાં વહેંચી બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવી (જમ્મુ અને કાશ્મીર – વિધાનસભા સાથેનો દિલ્હી અને પુડુચેરીની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદાખ – સામાન્ય કેન્દ્ર શાસિત પ્રદેશ);
  3. આ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાગરિકોને આર્થિક રીતે નબળાં લોકોને (EWS) અનામતનો લાભ આપવો.

રાજ્યસભા શરૂ થવાની સાથે ઉક્ત સુધારા માટેના બિલો રજુ કરવામાં આવ્યા તે સાથે જ દેશની જનતાને સહર્ષાશ્રુ ઝટકો મળ્યો અને સદનમાં જબરદસ્ત હંગામો મચી ગયો. આમ તો છેલ્લા વર્ષોમાં ટ્રીપલ તલ્લાક, નોટ બંધી, જન ધન યોજના, જીએસટી, મેઇક ઇન ઇન્ડિયા, ઉડાન, સ્ટાર્ટઅપ વગેરે મોટા સુધારાઓ જોયા, પરંતુ પ્રસ્તુત સુધારાઓ અગાઉના સુધારાઓની જોડે સરખાવી ન શકાય તેટલા ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક છે. આ સુધારાઓની વિગતો સાંભળતા જ શરીરમાંથી વીજળીના કરંટ જેવો રૂવાડા ઊભા કરી દેતો રાષ્ટ્ર ભાવનાનો અનુભવ થયો, તો 15મી ઓગસ્ટ, 1947ના દિવસે ખરેખર કેવો માહોલ હશે???

પહેલા તો આ આર્ટિકલ 370 દૂર કરવાની જોગવાઇ કઇ રીતે અમલમાં મૂકવામાં આવી તે સમજીએ. સંવિધાનના ભાગ – 20 ‘સંવિધાનમાં સુધારો કરવા બાબત’ના આર્ટિકલ 368માં એવી જોગવાઇ છે કે, સંસદ પોતાની બંધારણીય સત્તા વાપરીને સંવિધાનની કોઇપણ જોગવાઇમાં સુધારો, ઉમેરો કે રદ કરી શકશે. આવા સુધારા માટે ગૃહના કૂલ સભ્ય-સંખ્યાની બહુમતીથી અને હાજર રહીને મત આપનારાઓના ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતી આવશ્યક છે. પરંતુ, આર્ટિકલ 370(3) મુજબ જમ્મુ અને કાશ્મીર માટેની ખાસ જોગવાઈ રાષ્ટ્રપતિ તે રાજ્યની સંવિધાન સભાની ભલામણથી બહાર પાડેલ રાજપત્રિત જાહેરનામાથી રદ કે સુધારી શકે છે. આર્ટિકલ 370(3)ની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ તે રાજ્યની સંવિધાન સભાની ભલામણથી સુધારો કરી શકે, પરંતુ હાલ ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે. આ પરિસ્થિતિ અને સંવિધાનની જોગવાઈનો સિફત પૂર્વક ઉપયોગ કરી શ્રી મોદીજીની સરકારે રાષ્ટ્રપતિશ્રીની સહીથી રાજપત્રિત જાહેરનામું બહાર પાડી જરૂરી સુધારાઓ બહાર પાડ્યા. બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપે જણાવ્યું કે, “હું ફક્ત એટલું જ કહી શકું છું કે, બંધારણીય રૂપે તે યોગ્ય છે, તેમાં કોઈ કાનૂની અને બંધારણીય ખામી શોધી શકાય તેમ નથી. સરકારે આ મામલાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે.”

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુનર્ગઠનની સાથે આ પ્રદેશના આર્થિક રીતે નબળાં વર્ગના લોકોને અન્ય રાજ્યોની જનતાની જેમ અનામતનો લાભ આપવા સુધારો રજુ કરવામાં આવ્યો. આ સુધારો રજુ કરી આટલા વર્ષોથી આ વિસ્તારના નાગરિકો અન્ય રાજ્યોને મળતા લાભોથી વંચિત હતા, જે હવે મળશે તેવું  પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન હોઇ શકે. રાજકીય રીતે જોઇએ તો આ નિર્ણયનો વિરોધ ટાળવા કે મર્યાદિત કરવા આ સુધારો કરવામાં આવી રહેલ હોઇ શકે છે. આમ તો આ બંધારણીય સુધારા વિધેયક બન્ને ગૃહમાં પસાર થશે તો EWS અનામત આપો આપ લાગુ થઇ જશે.

રૂલિંગ પાર્ટીના જમ્મુ અને કાશ્મીર રાજ્યને અજુગતા રાજ્યમાંથી દેશના ખરા અર્થમાં અવિભાજ્ય અંગ બનાવવાના ભવ્ય પગલાંને મોટા ભાગના રાજકીય પક્ષો જેવા કે, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બિજુ જનતા દળ, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વગેરેએ સમર્થન આપ્યું હતું. ડીએમકે – તામિલનાડુ, આરજેડી – બિહાર વગેરે પાર્ટીઓનો વિરોધ ખરેખર આંખનાં કણાની જેમ ખૂંચ્યો. આ દિવસ તો રાજકારણ છોડી બધાએ સાથે મળી ઉત્સવની જેમ ઉજવવો જોઇએ તેવું નથી લાગતું????? આ વિરોધ જેવો પણ હોય, પરંતુ બેકગ્રાઉન્ડમાં જે હુરિયો બોલાવવામાં આવતો હતો તે પણ ‘ॐ કાર’ના નાદ જેવો અને પાટલી થપ-થપાવી વિરોધ વિરોધ માટે હાય-હાય અને શેમ-શેમ કરવામાં આવતું હતું, તે ‘તાળીઓ પાડીને રામધૂન થતી હોય તેવું’ ભાસતું હતું.

માનનીય કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહએ તેઓના સમાપન પ્રવચનમાં આર્ટિકલ 370 રદ કરવાના કારણો દર્શાવતા જણાવ્યું કે,

  1. આટલા વર્ષોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહોતી થતી એટલે કે ખરા અર્થમાં લોકશાહી સ્થપાઇ જ નથી,
  2. કેન્દ્ર સરકાર દ્વારા અન્ય રાજ્યમાં નાગરિક દિઠ આપવામાં આવતી ગ્રાંટ કરતા જમ્મુ અને કાશ્મીર રાજ્યને ઘણી વધુ ગ્રાંટ આપવામાં આવે છે, પરંતુ વિકાસ નથી થતો કેમ? કેમ કે ભ્રષ્ટાચાર રોકતી એજન્સીઓને ત્યાં એન્ટ્રી જ નથી,
  3. રાઇટ ટુ એજ્યુકેશન ત્યાં લાગુ નથી પડતો, વગેરે

આ ઉપરાંત તેઓએ ગૃહને આશ્વાસન આપ્યું કે યોગ્ય સમયે બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેઓએ બધા પક્ષોને રાજનીતિથી ઊંચા ઊઠી સાથે મળી સૂચિત સુધારા મંજુર કરવા આગ્રહ કર્યો.

આમ તો મોટાભાગના પક્ષો આ સુધારાઓની તરફેણમાં હોય તથા ચાણક્ય નીતિથી આયોજન કરવામાં આવેલ હોય, આ મુદ્દાઓ માટે બહુમતી મેળવવામાં કોઇ મુશ્કેલી પડે તેમ ન હતી, પરંતુ એક નાનકડી ટેકનિકલ મુશ્કેલી આવી. જમ્મુ અને કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલની મંજૂરી માટે મત લેવાની આવશ્યકતા ઉભી થઇ, ત્યારે સભ્યોના મત લેવાની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ન ચાલી અને મતદાન સ્લીપથી મત મેળવવામાં આવ્યા. અંતે અડધી કલાક મોડુંં પણ 125 સામે 61 મતોથી આ ઐતિહાસિક બિલ રાજ્ય સભામાં મંજુર થયું. કાલે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતીની સાથે દેશની જનતાની એકતરફી સ્પષ્ટ બહુમતી હોય, બિલ મંજુર થવામાં શંકાને સ્થાન નથી.

ચાલો આજ ને ઉત્સવની જેમ ઉજવીએ અને કાલે જમ્મુ અને કાશ્મીર અને લદાખ માટે સોનેરી સૂરજ ઉગે તેવી કામના રાખીએ…

ઇલેક્ટ્રિક વ્હીકલ – સરકારશ્રી દ્વારા લેવામાં આવી રહેલ નીતિ વિષયક પગલાઓ

અગાઉના “ઇવીનો ઉત્પાત” વિષય પરના લેખમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે પ્રાસ્તાવિક વિગતો જોઇ. છેલ્લા વર્ષોમાં આપણે જોયું કે, સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે અતિ મહત્વના અને દૃઢ પગલાઓ જેવા કે, જન ધન યોજના, નોટ બંધી, જીએસટી, સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા, પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના, ઉડાન, સ્ટાર્ટઅપ વગેરે લઇ, મોટા પાયે અગણિત ફેરફારો કરવામાં આવ્યા. આ લેખમાં આવી જ એક દીર્ઘ દ્રષ્ટી વાળી નીતિ કે જે દેશનું ભવિષ્ય બદલવા સક્ષમ હશે તેવી ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિ સંદર્ભમાં લેવામાં આવેલા અને આવી રહેલ પગલાઓની વિગતો નીચે મુજબ છે.

પગલાઓ

  1. ભારત ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બને તેવા લક્ષ્ય સાથે 2019-20ના બજેટમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા નીચે મુજબના વિવિધ પગલાઓની ઘોષણા કરવામાં આવી છે.
    • ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લીધેલ લોન પર ચુકવેલા વ્યાજ પૈકી ₹  1.5 લાખ સુધીની રકમને આવક વેરામાંથી છૂટ રહેશે. સંપૂર્ણ લોનની અવધિમાં ₹ 2.5 લાખ સુધીની મુક્તિનો લાભ મળવાપાત્ર થશે.
    • હાલમાં ભારતમાં ઉત્પાદિત ન થતી લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની પણ જાહેરાત કરી, જે લિથિયમ આયન બેટરીઓની કિંમત ઘટાડવામાં મદદરૂપ રહેશે.
    • સોલાર ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લિથિયમ સ્ટોરેજ બેટરી જેવા સાધનોના ઉત્પાદકો રોકાણ સાથે જોડાયેલી આવકવેરાની (કલમ 35 એડી) છૂટના અને અન્ય પરોક્ષ કરના લાભો મેળવી શકે છે.
  2. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહનની નીતિના ભાગરૂપે તાજેતરમાં તા. 27મી જુલાઇ, 2019ના રોજ મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ રેટ-કટની દરખાસ્તોના સંપૂર્ણ સમર્થનમાં ન હોવા છતાં, નીચે મુજબના અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા, જે 1લી ઓગસ્ટ, 2019થી અમલમાં આવશે.
    • ઇલેક્ટ્રિક વાહનો પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો, જે પેટ્રોલ-ડીઝલ વાહનો પર 28% છે.
    • ઇલેક્ટ્રિક વાહનો માટેની માળખાગત સુવિધા સુદ્રઢ કરવા ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર અને ચાર્જિંગ સ્ટેશનો પરનો જીએસટી દર 18%થી ઘટાડી 5% કરવા નિર્ણય લેવામાં આવ્યો.
    • ઇલેક્ટ્રિક વાહનોને જાહેર પરિવહન માટે લોકપ્રિય બનાવવા માટે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ઇલેક્ટ્રિક બસો (12થી વધુ મુસાફરોની ક્ષમતા વહન કરતી) ભાડે લેવાને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
  3. પસંદગીના રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર બસ અને ટ્રક વીજળીથી ચાલી શકે, તે માટે ઓવર હેડ ઇલેક્ટ્રિસિટી નેટવર્ક સ્થાપી ઇ-હાઈવે પ્રોજેક્ટનો પાયલોટ રન શરુ કરવા પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે.
  4. ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી ઉત્પાદન અને અમલવારી માટે ફેમ (FAME – Faster Adoption and Manufacturing of Hybrid and Electric Vehicles) સ્કીમ અમલમાં મૂકવામાં આવેલ હતી. આ સ્કીમનો બીજો ભાગ ફેમ – 2 પ્રારંભિક તબક્કે ત્રણ વર્ષ માટે એટલે કે વર્ષ – 2022 સુધી અને રૂ. 10000 કરોડના ખર્ચના અંદાજ સાથે અમલી કરવામાં આવેલ છે, જે પૈકી રૂ. 1000 કરોડ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા વાપરવાનું આયોજન રાખવામાં આવેલ છે. 30મી જુલાઇ, 2019 સુધીમાં આ સ્કીમ હેઠળ 2,79,983 ઇલેક્ટ્રિક વાહનો માટે રૂ. 345.25 કરોડ જેટલી માતબાર રકમ પ્રોત્સાહન સ્વરૂપે ચૂકવવામાં આવેલ છે.
  5. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ સ્વદેશી રીતે વિકસિત લિથિયમ આયન બેટરીની ટેકનોલોજી 14 જેટલી કંપનીઓને તબદીલ કરી વ્યાપારીકરણ કરશે; જેનાથી સ્થાનિકીકરણને પ્રોત્સાહન મળશે અને માલિકી ખર્ચમાં ઘટાડો થશે.
  6. ઇલેક્ટ્રિક વાહનોને પોતાની ઓળખાણ મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટના બેટરી ઓપરેટેડ વાહનોને ગ્રીન બેકગ્રાઉન્ડમાં પીળા અક્ષરો સાથેની હાઇસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લાગશે, જ્યારે નોન-ટ્રાન્સપોર્ટ બેટરી ઓપરેટેડ વાહનોને ગ્રીન બેકગ્રાઉન્ડ પર સફેદ અક્ષરો સાથેની પ્લેટ રહેશે. વળી, ઇલેક્ટ્રિક વાહનોને રજીસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપવા નિર્ણય લેવામાં આવેલ છે, જે  ભારતના પ્રથમ અને અંતિમ માઇલ કનેક્ટિવિટી વિકલ્પોને વેગ આપશે તથા ઇલેક્ટ્રિક વાહનોની પ્રારંભિક કિંમત ઘટાડવામાં મદદરૂપ થશે.
  7. 4kw સુધીની ક્ષમતા વાળા મોટર દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને પ્રોત્સાહન આપવા, તેને ચલાવવાની યોગ્યતાને હળવી બનાવવામાં આવશે એટલે કે, 16 વર્ષની વયના વ્યક્તિઓ આવા ગિયર લેસ ઇ-સ્કૂટર્સ અને બાઇકને કાયદેસર રીતે ચલાવી શકશે.
  8. નિતિ આયોગ દ્વારા વિવિધ શહેરોમાં ‘પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડ પર જાહેર પરિવહન’ માટે ઇલેક્ટ્રિક બસોના ઉત્પાદકોને સેવા પ્રદાતાઓ તૈયાર કરી મૂડી ખર્ચને ઓછો કરવા માટે પ્રતિ કિલોમીટર ખર્ચ ચુકવવાની યોજના અમલમાં મૂકવા સુચન કરવામાં આવ્યું છે.
  9. ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ખાનગી અને વાણિજ્યિક મકાનોમાં ચાર્જિંગ સ્ટેશનોને પ્રોત્સાહન આપવા ‘શહેરી અને પ્રાદેશિક વિકાસ યોજનાઓ રચના અને અમલીકરણ (યુઆરડીપીએફઆઈ)’ની માર્ગદર્શક સુચનાઓમાં ફેરફાર કરવામાં આવ્યા. જે અન્વયે રહેણાંકના મકાનોમાં કૂલ પાર્કિંગના 20% જગ્યા ઇવી માટે અનામત રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
  10. વિજ મંત્રાલય દ્વારા એક નીતિ જારી કરી અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જિંગ કરવાની માળખાકીય સુવિધા વીજ વેચાણના બદલે સેવા તરીકે ગણવામાં આવશે.
  11. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને તેઓની કક્ષાએથી પણ વિવિધ લાભો જેવા કે,
    • ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જમીન ફાળવણી,
    • મોલ્સમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ફરજિયાત કરવું,
    • જાહેર પાર્કિંગ સ્થળો ઉપરાંત હાઉસિંગ સોસાયટીઓ અને ઓફિસ સંકુલમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું,
    • જાહેર પરિવહનમાં શૂન્ય ઉત્સર્જન વાહનો એટલે કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો, વગેરે બાબતે નીતિ બનાવી અમલમાં મૂકવા જણાવવામાં આવેલ છે.
  12. ગુજરાત રાજ્ય કક્ષાએ લેવામાં આવેલા પગલાઓ:
    • એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી (વાતાવરણને અનુકૂળ) ઇલેક્ટ્રિક વાહનોની નીતિના અમલમાં પણ ગુજરાત અગ્રેસર છે. સરકાર દ્વારા ઓલા અને ઉબેર જેવા ખાનગી ટેક્ષી સર્વિસના ઓપરેટર સાથે મીટીંગ કરીને ઇલેક્ટ્રિક વાહનો જ ચલાવવા માટેની પ્રોત્સાહક યોજના અંગે ચર્ચા કરવામાં આવી અને આ અભિયાનમાં ભાગ લેવા આગ્રહ કરવામાં આવ્યો.
    • ગુજરાત રાજ્ય સરકાર ટુ-વ્હીલર ઇવીની ખરીદી માટે વિદ્યાર્થીઓને આશરે રૂ. 10,000 થી રૂ. 20,000 સુધીની સબસિડી પૂરી પાડે છે.
    • ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેમાં વપરાતી લિથિયમ આયન બેટરીના ઉત્પાદન માટે પણ  ગુજરાત આગેવાની લેશે. આ સંદર્ભમાં ટાટા મોટર્સ લિમિટેડે અમદાવાદ નજીકના સાણંદ ખાતે ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણ માટે રૂ. 1,600 કરોડથી વધુના રોકાણની દરખાસ્ત કરી હતી. તાજેતરમાં ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન(Dholera-SIR)માં આ હેતુસર ક્લસ્ટર ડેવલપ કરવા ગુજરાત સરકારે તૈયારી શરુ કરી દીધી છે. રાજ્યના ચીફ સેક્રેટરીશ્રી ડો. જે. એન. સિંઘે તા. 27.07.2019ના રોજ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમ્યાન લિથિયમ બેટરી પ્લાન્ટ માટે ટાટા ગૃપ સાથે આ બાબતે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
    • જેએસડબલ્યુ પહેલેથી ગુજરાતમાં ઇવી પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. જ્યારે સુઝુકી મોટર્સ ઇલેક્ટ્રિક કાર અને બેટરી પ્લાન્ટના નિર્માણ માટે આયોજન કરી રહી છે.
    • અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એસટી બસ સર્વિસમાં 40 ઈ-બસ મુકાશે. હાલ કુલ 80 જેટલી બસો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડે છે, જે પૈકી 50 ટકા બસો ઇલેક્ટ્રિક થઇ જશે. આ બસોના ચાર્જિંગ માટે એસટી ડેપોમાં ચાર્જિંગ સ્ટેશન પણ ઊભાં કરાશે
    • ગુજરાત સરકારની સૂચિત નીતિ અનુસાર રાજ્યના દરેક શહેરમાં ત્રણ કિલોમીટરે અને નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે પર દર 25 કિલોમીટરે રોડની બન્ને બાજુએ એક-એક ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે.
    • વિશ્વ પર્યાવરણ દિવસ – 2019ના પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) વિસ્તારમાં આવતા 10 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા ભારત સરકારના વિજ મંત્રાલય હેઠળના સંયુક્ત સાહસ “એનર્જી એફિસિયન્સી સર્વિસીઝ લિમિટેડ (ઇઇએસએલ)” દ્વારા એએમસી સાથે એમઓયુ સાઇન કરવામાં છે.

આ લેખમાં આપણે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા કે લેવામાં આવી રહેલ પગલાઓ વિશે જોયું. ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિનો આ એકદમ પ્રારંભિક તબક્કો છે. અત્યારે આ નીતિની તરફેણમાં જેટલા હકારાત્મક નિર્ણયો લેવામાં આવે તેટલા ઓછા છે. આ નીતિ પણ જન ધન, નોટ બંધી, જીએસટી વગેરેની જેમ ગેમ ચેન્જર સાબિત થઇ શકે તેમ છે. શરૂઆતમાં કોઇપણ બદલાવ અસંભવ અને હાસ્યાસ્પદ લાગતો હોય છે, પરંતુ આવા પગલાઓ જ ઇતિહાસ રચતા હોય છે. પ્રારંભિક તબક્કામાં ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિ માટે મનમાં ઘણાં પ્રશ્નો ઊઠે છે, પરંતુ જે રીતે પગલાઓ લેવામાં આવી રહેલ છે, સ્ટાર્ટઅપ આશાવાદી છે, ટેકનોલોજી અપગ્રેડ થતી જાય છે તેમ કંઇ અશક્ય નથી લાગતું; તેમ છતાં હવે પછીના લેખમાં આ નીતિ સામેના પડકારો વિશે ચર્ચા કરીશું.

વાચક મિત્રો, મારા લેખો વાંચતા રહેજો અને આપના અમૂલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં.

આભાર….

http://udaybhayani.in/2019/07/26/%e0%aa%87%e0%aa%b5%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%be%e0%aa%a4/
આ વિષય પરનો અગાઉનો લેખ અહી વાંંચો…

Mutual Fund – History

Actually, Historians are uncertain of the origins of investment funds; some cite the closed-end investment companies launched in the Netherlands in 1822 by King William as the first mutual funds, while others point to a Dutch merchant named Adriaan van Ketwich whose investment trust created in 1774 may have given the king the idea for subscriptions from investors to form a trust to provide an opportunity to diversify for small investors with limited means.

The creation of the Massachusetts Investors’ Trust in Boston, Massachusetts, prefigured the arrival of the modern mutual fund in 1924. The fund went public in 1928, eventually depositing the mutual fund firm known today as MFS Investment Management. A earth-shattering year in the history of the mutual fund, 1928 also saw the launch of the Wellington Fund, which was the first mutual fund to include stocks and bonds, as opposed to direct merchant bank style of investments in business and trade.

By 1929, there were 19 open-ended mutual funds competing with nearly 700 closed-end funds. With the stock market crash of 1929, the dynamic began to change as highly-leveraged closed-end funds were wiped out and small open-end funds managed to survive. The stock market crash of 1929 and the Great Depression that followed greatly hampered the growth of pooled investments until a succession of landmark securities laws, beginning with the Securities Act, 1933 and concluded with the Investment Company Act, 1940, reinvigorated investor confidence and the mutual fund industry continued to expand with establishment of new funds and billions of dollars in new asset inflows.

History of Mutual Fund in India

Mutual Funds in India originated in the second half of the 19th century. Financial Association of India and China was the first investment trust formed in India in 1869. However, the growth of investment trust business started only after 1930. The need for the establishment of Unit Trust type of institution was felt in 1931 by the Indian Central Banking Enquiry Committee. The Committee observed in its report that an immeasurable benefit to India is bound to grow from the establishment and proper working of unit trusts, and the assistance which they will give to the investor in the creation of intermediate securities which do not exist now, in providing a channel for investment in industrial and other fields, where the primary investor would be too scared of too ignorant.

The first Industrial Investment Trust was established in 1933 by M/s Premchand Roychand in Bombay. After the establishment of this trust the number of other trusts were formed, such as Investment and Finance Company, Kolkata, General Investment and Trust Company, Kolkata, Tata Investment Trust, Bombay. Most of the Investment Trusts were established by the industrial groups. The Trusts are organized as private companies. The investment trusts were used as a tool to control more and more unit by owning and controlling the shares. In 1954, the Shroff Committee also made the recommendation in its favor.

The growth of Mutual Funds in India is divided into six different phases depending on the structural changes which have taken place in the mutual fund industry.

We will try to cover different phases of Mutual Fund development for India in next blog.

http://udaybhayani.in/2019/07/21/mutual-fund-introduction-concept/
You can also read earlier blog for this subject here…

ઇવીનો ઉત્પાત

ઇવી??? હા ઇવી જ. ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) નહીં. સામાન્ય રીતે આપણા મનમાં ઇવીએમ રમતું હોય છે. તેને લગતી કંઇક ને કંઇક ન્યુઝ આઇટમ આવતી જ રહેતી હોય છે. પરંતુ આજે આપણે ઇવીએમની નહીં પણ ઇવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ (વીજળીથી ચાલતા વાહન)ની વાત કરવાના છીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ (વિદ્યુત વાહન), જેને ઇવી પણ કહેવાય છે, તે પ્રોપલ્શન (આગળ ધકેલવા) માટે એક અથવા વધુ ઇલેક્ટ્રિક મોટર્સ અથવા ટ્રેક્શન મોટર્સનો ઉપયોગ કરે છે. વિદ્યુત વાહનને બળતણ પુરું પાડવા વાહનમાંથી જ ઉત્પાદન થતી (કલેક્ટર સિસ્ટમ દ્વારા સંચાલિત) વીજળી અથવા બેટરી, સોલર પેનલ્સ અથવા ઇલેક્ટ્રિક જનરેટર સાથે સ્વયં-સમાયેલ ઊર્જા પુરી પાડી શકાય. સ્કોટિશ શોધક રોબર્ટ એન્ડરશન નોન-રીચાર્ઝેબલ સેલથી ચાલતું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન બનાવનાર હતા. પ્રથમ વ્યવહારુ ઇલેક્ટ્રિક વાહન બનાવવાનો શ્રેય અમેરિકાના થોમસ ડેવેનપોર્ટને જાય છે. જ્યારે ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી ગેસ્ટન પ્લેન્ટે પ્રથમ રીચાર્ઝેબલ બેટરીની શોધ કરી હતી.

એવું તે શું બન્યું કે, ઇલેક્ટ્રિક વાહન આટલો હોટ ટોપિક બની ગયો? વર્ષ – 2018ના પર્યાવરણીય કામગીરી સૂચકાંક (Environmental Performance Index – EPI) મુજબ વિશ્વના 180 દેશોમાં ભારત 177માંં ક્રમાંક સાથે સૌથી છેલ્લા પાંંચ દેશોમાં સ્થાન પામ્યું. નિતિ આયોગની રચનાથી પાંચમી અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ફરીથી ચૂંટાયા બાદની તા. 15.06.2019ની પ્રથમ બેઠકમાં સરકાર દ્વારા 2023 સુધીમાં તમામ થ્રી-વ્હીલર કે જેનું આશરે વર્ષે 7.00 લાખ વાહનોનું બજાર છે તે અને 2025 સુધીમાં 150સીસી સુધીના તમામ ટુ-વ્હીલર કે જેનું વર્ષે 1.9 કરોડ વાહનોનું બજાર છે તે તથા 2026 સુધીમાં તમામ કોમર્શિયલ વાહનો મળી 2030 સુધીમાં રસ્તા પરના તમામ વાહનો બેટરી સંચાલિત કરવા નિર્ણય લેવામાં આવ્યો.

આ બેઠક બાદ તરત જ ઇલેક્ટ્રિક વાહનના અમલીકરણ સંદર્ભે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના મુખ્ય ઉત્પાદકો સાથે ટૂંકી નોટીસથી 21.06.2019ના રોજ નિતિ આયોગના સીઇઓના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આ ક્ષેત્રના મોટા ઉત્પાદકો જેવા કે, બજાજ ઓટો, ટીવીએસ મોટર, હોન્ડા મોટરસાઈકલ અને સ્કૂટર ઇન્ડિયા તથા સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (Society of Indian Automobile Manufacturers – SIAM)ના ડાયરેક્ટર જનરલ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ દ્વારા જ્યારે વાહનોનું વેચાણ સતત ઘટી રહ્યું છે અને ઓટોમોબાઈલ કંપનીઓ સામા વહેણે ચાલી રહી છે, ત્યારે આટલા જલદી રૂપાંતરણનો નિર્ણય આધાતજનક છે, તેવા પ્રત્યાઘાત આપવામાં આવ્યા.

આ ક્ષેત્રના મોટાભાગના ઉદ્યોગપતિઓ સરકારશ્રીની ઇલેક્ટ્રિક વાહનની નીતિ જોડે સહમત છે, પરંતુ રૂપાંતરણની સમયમર્યાદાને લઇ મુશ્કેલીમાં જણાય છે. ખરેખર હોય જ ને? તાજેતરમાં BS-IVની નીતિ અમલમાં મૂકવામાં આવી અને BS-VI 01.04.2020થી અમલમાં મૂકવાનું ફરજિયાત છે, કે જેના માટે વિવિધ કંપનીઓને રૂ. 70,000/- કરોડ જેટલી માતબાર રકમ રિસર્ચ અને અમલવારી માટે રોકવાની થશે. શ્રી વેણુ શ્રીનિવાસ, ચેરમેન, ટીવીએસના મંતવ્ય મુજબ ઇલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હિલર્સને અપનાવવાની અવાસ્તવિક સમયની મર્યાદાને કારણે ફક્ત ગ્રાહકને અસંતોષ જ નહીં થાય પરંતુ સાથે-સાથે ભારતમાં ચાલીસ લાખ નોકરીઓને ટેકો આપતા ઓટો મેન્યુફેક્ચરીંગને પણ જોખમમાં નાખશે. તેઓએ જણાવ્યું કે, મોટા પાયાનું નુકશાન ટાળવા ધીમે-ધીમે અપનાવવાની નીતિ અખત્યાર કરવી જોઇએ. શ્રી રાહુલ બજાજ (બજાજ ગ્રુપ) અને શ્રી પવન મુંજાલ (હીરો મોટોકોર્પ) વગેરેનો સુર પણ કંઇક આવો જ હતો. જ્યારે નિતિ આયોગ દ્વારા આ બાબત પ્રદૂષણ અને જાહેર જનતાના સ્વાસ્થયને લગતી હોય, જો સમયમર્યાદા જાળવવામાં નહીં આવે તો કોર્ટ હસ્તક્ષેપ કરશે તેવી સંભાવના દર્શાવવામાં આવી.

બીજી બાજુ, શ્રી રાહુલ શર્મા (રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ), શ્રી તરુણ મહેતા (એથર એનર્જી)થી લઇ શ્રી જીતેન્દ્ર શર્મા (ઓકિનાવા ઇલેક્ટ્રિક) વગેરે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ્સના સ્થાપકોએ જણાવ્યું કે, બજારમાં નવા ઉત્પાદનો આવી રહ્યા છે, ગ્રાહકોનો રસ વધી રહ્યો છે, જે ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરને ઝડપી કરવામાં મદદ કરશે. માઇક્રોમેક્સના સહ-સ્થાપક રાહુલ શર્મા, જે રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ સાથે ઇલેક્ટ્રિક મોબિલીટી સ્પેસમાં પ્રવેશ કરી રહ્યા છે, તેઓએ જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં દ્વિચક્રી વાહનોના વીજળીકરણની સરકારની નીતિને સારી રીતે અમલી કરી શકાય તેમ છે. જો કે આ લોકોએ આટલા વાહનોનું ઉત્પાદન કેમ થશેે ? ચાર્જિંગ વ્યવસ્થાનું શું? અને વીજળી ક્યાંંથી આવશેે ? તેની ચોખવટ કરી નથી.

આ લેખમાં હાલ પુરતું આટલું પ્રાસ્તાવિક સમજીએ. આ વિષય પરના હવે પછીના લેખમાં ઇવી બાબતે સાંપ્રત બાબતો જેવી કે, સરકારશ્રી દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ, પડકારો, ભાવિ નીતિ વગેરે વિશે વાત કરીશું.