બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે. રામનામની બમ્પર ઓફર. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી વગેરે કથાઓ.
Continue reading
બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરવું એ સજ્જનતાનું એક ચિહ્ન છે. આગલા દિવસનો અંત આજના દિવસની શુભ શરૂઆત હોય છે. રામનામની બમ્પર ઓફર. સારા લોકોનો સંગ કરવાથી કોઇ નુકશાન થતું નથી વગેરે કથાઓ.
Continue readingતુલસીજીનો એક ક્યારો પણ જો આંગણામાં હોય તો તેને પવિત્ર માનવામાં આવે છે. તુલસીજીના અદ્વિતિય ઔષધિય ગુણો અને તેનું મહત્વ, તુલસીજીની ઉત્પતિ અને તેના મહત્વ વિશે, તુલસીજી વિશે એક સુંદર કથા, રાક્ષસોની નગરી લંકામાં રામાયુધ અંકિત મહેલ જોઇને શ્રીહનુમાનજીના તર્ક, આપણે જાગીએ તો દરરોજ છીએ, પરંતુ સાચા સંત મળવાથી જીવનમાં જાગૃતી આવે છે, મિથિલા જેવું નિર્મળ મન હોય, તો જ સીતાજીરૂપી ભક્તિનો જીવનમાં આવિર્ભાવ થાય, ગુરુદેવને અંત:કરણથી પ્રાથના વગેરે કથાઓ.
Continue readingરાવણ આટલો પરાક્રમી અને શક્તિશાળી હોવા છતાં વિભીષણને ભગવાન વિષ્ણુની પુજા કરવાની ના નહોતો પાડતો અને આજકાલ સમાજમાં વ્યાપેલ દંભ અને દેખાડો, ભગવાનને માનવાની બાબતમાં અતાર્કિક વાતો, સર્વધર્મ સમભાવની ભાવના સાથે અન્યની માન્યતાને માન આપવું જોઇએ અને સાથે-સાથે સ્વધર્મને બચાવવાની જવાબદારી, ગોસ્વામીજીએ અન્ય રાક્ષસોના મહેલોને મંદિર કહ્યા અને વિષ્ણુભક્ત વિભીષણજીના ઘરને ભવન માત્ર કહ્યું, આવુ કેમ? “રામાયુધ અંકિત ગૃહ” અર્થાત વિભીષણજીનું ઘર શ્રીરાઘવેન્દ્રના આયુધ એવા ધનુષબાણથી અંકિત હતુ વગેરે કથાઓ.
Continue readingશ્રીવાલ્મીકિજીએ રામાયણમાં રાવણ અને અન્ય રાક્ષસોના અંત:પુરનું, કહેવાતું અભદ્ર, વર્ણન આલેખવાની શું જરૂર હતી? અને શ્રીહનુમાનજી માતાજીને શોધવા લંકામાં ગયા, રાક્ષસોના મહેલમાં અંદર પણ ગયા, પરંતુ અંદરની દરેક વસ્તુને આટલી બારીકાઇથી અને ખાસ કરીને સ્ત્રીઓનું આટલું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવાની શું આવશ્યકતા હતી? પુજારૂમ શયનખંડમાં ન રાખવાની માન્યતા, રાવણ ચુસ્ત શીવભક્ત હતો છતાં વિભીષણજીના મહેલમાં હરિમંદિર બાબતે કોઇ વાંધો નહોતો લેતો કે દંડ પણ નહોતો કરતો, રાવણ બધાની લાગણીઓને માન આપીને વાત્સલ્યભાવ સાથે તથા કૌટુંબિક ભાવનાઓ સાથે ચાલવાવાળો હતો વગેરે કથાઓ.
Continue readingલંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન અને રાક્ષસોના મહેલોમાં જનકનંદીનીની ભાળ ન મળતા શ્રીહનુમાનજી રાવણના મહેલમાં જાય છે અને તેના મહેલનું અંદરનું વર્ણન, સમાજમાં પ્રવર્તતો દંભ અને આપણી તમામ ઇન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં જોડાવાની પ્રેરણા આપવા માટે આપણું મન જ જવાબદાર છે વગેરે.
Continue readingભગવાન શબ્દની ટૂંકમાં વ્યાખ્યા, સંપાતિએ કહ્યુ હતું કે માતા જાનકીજી અશોકવાટીકામાં વૃક્ષ નીચે બેઠા છે, તો શ્રીહનુમાનજીએ પહેલા મહેલોમાં શોધ કેમ કરી હશે? અને શ્રીહનુમાનજી માતા સીતાજીને મંદિરોમાં કેમ શોધવા ગયા હશે? વગેરે પ્રશ્નોના જવાબ, લંકાની બજારોનું અને રાત્રીના સમયે રાક્ષસોના મહેલોની અંદરનું વર્ણન વગેરે.
Continue readingપ્રભુ કૃપાથી અઘરામાં અઘરું કામ પણ સરળ થઈ જાય છે અને વિરુધ્ધ સ્વભાવ વાળી વસ્તુઓમાં પણ સુમેળ જોવા મળે છે. ‘ગરલ સુધા’ અર્થાત વિષ અમૃત સમાન થઈ જાય છે, “રિપુ કરહિં મિતાઇ” અર્થાત શત્રુઓ પણ મિત્રતા કરવા લાગે છે, “ગોપદ સિંધુ” અર્થાત સમુદ્ર ગાયની ખરીથી પડેલા ખાડા સમાન થઈ જાય છે, “અનલ સિતલાઈ” અર્થાત અગ્નિ પણ શીતળ થઈ જાય છે અને “સુમેરુ રેનુ સમ તાહી” અર્થાત વિશાળ સુમેરુ પર્વત પણ રજકણ સમાન થઈ જાય છે. પ્રભુકૃપાથી દરેક વસ્તુ સહજ થઇ જાય છે.
Continue reading